સવારે
રેતીમાં પડેલાં
ચકલીના પગલાં જોઉ છું,
ને તરત
યાદ આવે છે
ઘરની દરેક વસ્તુ પર પડેલી
તારી નાની નાની હથેળીઓની છાપ,
એને રુમાલથી ઉંચકું
ને મૂકી દઉ
સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં!
સેઇફ ડિપોઝિટ વોલ્ટ
વાંચન સમય: < 1 મિનિટ
