દિકરા જૈત્ર,
કયારેક નાના બાળકો એવી મોટી મોટી વાતો કરે કે આભા જ બની જવાય. મને એટલે કે તારી મમ્મી ને બે દિવસથી તાવ આવતો હતો. અને મે તને તારા પપ્પા સાથે રમવાનું કહ્યુ. પણ તારે મારી પાસેથી દુર જવુ નોહતું. એટલે તે મારા મોબાઇલમાં વિડિયો જોવા માંડ્યા અને તે પણ સાવ ઓછા અવાજમાં. થોડીવાર પછી મેં તને પુછ્યું કે તુ શું કરે છે ત્યારે તેં મને કહ્ય્ં કે વિડિયો જુવે છે. અને કારણ પુછ્યું કે કેમ અવાજ આવતો નથી ત્યારે તેં જવાબ આપ્યો કે મમા ને ડિસ્ટર્બ ન થાય ને માટે. તારા જવાબથી જાણે બધુ જ દર્દ વિસરાઇ ગયું. મને એક ઉલટી થઇ ને તરત તું મમા શું થયું કહી ને પાણી લઇને આવી ગયો.
મને લાગે છે મારે બહુ જલદી ઠીક થઇ જવું પડશે, બે દિવસથી આપણે મસ્તી કરી નથી ને!
તને બહુ વ્હાલ કરતી તારી મમ્મી.
શ્રેણી: બાળક એક ગીત
