વાંચન સમય: < 1 મિનિટનદી,ભળી જાય છે સાગરમાંને સાગરથી ઓળખાય છેખારાશ છે દરિયામાંતે કંઇ નહીનદીના આંસુ હશે!!!
કેટેગરી અછાંદસ કાવ્યો
ક્યારે આવશો?
વાંચન સમય: < 1 મિનિટપિયુ છે મારો પરદેશકર્યો મેં સુવાસ હારે સંદેશલખજો જરાતમે ક્યારે આવશો દેશ?ઘરની દિવાલો એકલી-એકલીને ચીથરે હાલ થ’ગ્યા મારા વેશલીમડો વારે વારે હલબલી ઉઠેને ભાંભર્યા-સાંભર્યા કરતી ભેંશપાઘડી જોઇ ને તારીઆંખ્યુંમાં ફૂટતી આંસુની ટેશસંભાળજો ને સંભારજોલખજો જરા ક્યારે આવશો દેશ…!
