વાંચન સમય: < 1 મિનિટએક સોનેરી સાંજ,ચા,ગઝલ,અને તમેપછીમારે બીજુ શું જોઇએ …… !!!
કેટેગરી અછાંદસ કાવ્યો
આકાશી કેનવાસ
વાંચન સમય: < 1 મિનિટસવારેઉતાવળમાંમસાલિયાનો ડબોપડી જાય છે ફર્શ પરને રચાય છેઆકાશી કેનવાસહુંશોધવા મથુ છુંડૂબતા સૂર્યને એ કેનવાસ પરપણ હું જડૂબી જઉ છુંરંગોની દુનિયામાંઅચાનક,કૂકરની વ્હીસલ વાગે છેને હુંબહાર આવી જઉ છુંપાછી,સમયની સાથે ચાલતી સવારમાં !! (પ્રકાશિત : રીડગુજરાતી – ૨૭ જૂન ૨૦૦૯ )
બે કાવ્યો
વાંચન સમય: < 1 મિનિટ૧. પગલાં ભીની માટી પર પાડેલાંપક્ષીઓના પગલાંનેA.M.C. નો કામદારતબાસરામાં ભરે છે પાવડે પાવડેને ક્યાંક ઠાલવે છેપછી,કોઇ બાળકશરુ કરે છે,એના પર પગલાં પાડવાનુ….!! (AMC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ૨. સપ્તર્ષિ ઘરેથી નીકળુ છું ત્યારેલાગે છેસપ્તર્ષિનો એક તારો ખરી પડે છેબીજે ક્યાંક ઝળહળવા માટેઅને આકાશભરાઇ જાય છે અંધકારથી!!!!
