વાંચન સમય: 3 મિનિટ“તું રહેવા દે દાદી. તને ખબર નહીં પડે.”, દસ વર્ષના રોહને વિડિયો ગેમનું રિમોટ ખૂંચવી લેતાં કહ્યું. દાદી ફિક્કું હસી. કંઈક શીખવાની તક ફરી કોઈએ ઝૂંટવી લીધી હોય એમ લાગ્યું. આ ઘરની ત્રીજી પેઢી પણ એ જ શબ્દો બોલતાં શીખી ગઈ જે એ લગ્ન કરીને આવી ત્યારથી સાંભળતા આવી હતી. ‘તને ખબર નહીં પડે.’, એ…
પાઉચવાળો
વાંચન સમય: 3 મિનિટ‘પાણી..ના… પાઉ…ચ લેવાના…’, સ્ટેશન પર ગાડી આવતાંની સાથે જ એક તીણો સ્વર પ્લેટફોર્મ પર રેલાયો. માણસોની ભીડને ચીરતો એ બારીએ બારીએ ફરવા લાગ્યો. એ ફરતો હોય ત્યારે એની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં પણ વધારે લાગતી. જે બે-ચાર પાઉચ વધારે વેચાયાં તે! “એ..ય.. પાણીના પાઉચવાળા. એક પાઉચ આપને.”, અવાજની દિશામાં પાઉચ આપવા હાથ લંબાયો. એજ સમયે…
બેલેન્સ
વાંચન સમય: 3 મિનિટ“જબ તક હૈ જાન મેં નાચુંગી…” લારીમાં મૂકેલાં સ્પીકર પર મોટા અવાજે ‘શોલે’નું આ ગીત શરુ થયું. લારી પાસે એક માણસ પાથરણું પાથરીને બેઠો હતો. પાથરણા પર છૂટ્ટા પૈસા પડ્યાં હતાં. સામસામે લાકડીઓ ગોઠવીને ઉપર એક જાડું દોરડું બાંધેલું હતું. એક સાત-આઠ વરસની છોકરી બાંધેલી લાકડીઓના આધારે ઊપર ચઢી. પાથરણા પાસે બેઠેલા માણસે એને એક…
મોહ
વાંચન સમય: 3 મિનિટ“સંધ્યાકાળે આવી જજો. તમારું કામ થઈ જશે.”, સવારે ગુરુજીએ આટલું કહીને ફોન મૂકી દીધો હતો. બસ ત્યારથી ગભરામણ થતી હતી. અનાયાસે ઊપર જોઈને હાથ જોડાઈ જતા હતાં. હવે જે પ્રશ્નનો જવાબ છેલ્લા દસ વર્ષથી શોધતો હતો તે મળી જશે એવી આશા બંધાઈ હતી. ****** “હવે સારા સમાચાર ક્યારે આપો છો?”, લગ્નને દોઢ વર્ષ માંડ થયેલું…
પોત
વાંચન સમય: 3 મિનિટ“સા..ડીઈઈઈ….આપવાની….જૂની સાડી આપવાની…ઝરીવાળી…સોના ચાંદીના તારવાળી..સાડી આપવાની….”, એક લાંબો લહેકો પોળમાં પડઘાયો. બપોરની શાંતિમાં રાધાએ એની બૂમનું થીગડું માર્યું. પોળમાં એક-બે કૂતરાં વચ્ચોવચ આડા પડ્યાં હતા તે જાણીતો ચહેરો જોઈ પાછા આંખ મીંચી સૂઈ ગયાં. તડકો ખસ્સો હતો ને પાણીની તરસ લાગી હતી. પણ એકે બારણું ખૂલે એમ લાગતું નહોતું. ગીરજાબાના ઘરના ઓટલાની જાળી અધખુલી હતી,…
