વાંચન સમય: 3 મિનિટગઈકાલે જ્યાં મોટામોટા લોકોની ચહલ પહલ હતી ત્યાં આજે ‘ક્રાઈમ સીન, ડુ નોટ ક્રોસ’ની પીળા રંગની મોટી પટ્ટી લાગાવેલી હતી. ઘરમાં ફોરેન્સિક ટીમ અને પોલીસની અવર જવર હતી. પલંગ પરની ચાદર લોહીથી ખરડાયેલી હતી. રુમની વસ્તુઓ વીખરાયેલી હતી. કબાટ મગરના મોઢાંની જેમ ખુલ્લાં પડ્યા હતાં. જ્યાંથી સુમંતરાયની લાશ મળી હતી તે જગ્યાને માર્ક કરીને રખાયેલી…
ચાકડો
વાંચન સમય: 3 મિનિટ“દાદા, મને પણ આવા સરસ કોડિયાં બનાવતાં શીખવાડોને!”, વિધિ કૂદીને ચાકડા પાસે બેસી ગઈ. “હા બેટા, ચોક્ક્સ શીખવાડીશ મને પણ તને શીખવાડવાની બહુ મજા આવશે.” વિધિની શીખવાની ઈચ્છા જોઈને સોહનલાલે ઉત્સાહમાં જરા જોરથી ચાકડો ફેરવ્યો. માટી ગૂંદી રહેલા સવિતાબેનના પગ પણ બમણી ગતિથી ચાલવા લાગ્યા. વિધિ આમ તો બે-ચાર દિવસ માટે જ ગામમાં બા-દાદાના ઘરે…
રાખ
વાંચન સમય: 3 મિનિટપપ્પાના ઘરે કામ માટે આવતા બહેને સમાચાર આપ્યાં, ‘શિખાબેન બાપુજી બહુ બીમાર છે. તમે આવો તો સારું.” “પણ મેં તો કાલે જ વાત કરી છે. ત્યારે તો બરાબર હતાં.” “ના બેન. એમની તબિયત બે-ચાર દિવસથી ખરાબ છે. પણ તમને ચિંતા થાય એટલે કંઈ કહેતા નથી. મને પણ જાણ કરવાની ના પાડી’તી. પણ આજે તબિયત વધારે…
ગાર્ડનનો હિંચકો
વાંચન સમય: 3 મિનિટઆજે અડધી રાત્રે હિંચકાનો અને મોટેથી હસવાનો અવાજ આવ્યો. ઊઠીને જોવાનું વિચાર્યું પણ આખો દિવસ આ જ અવાજો સાંભળીને ભ્રમ થતો હશે એમ લાગ્યું એટલે ઊઠવાનું માંડી વાળ્યુ. થોડી બીક પણ લાગી. શિયાળાની થીજી જવાય એવી ઠંડીમાં કોઈ અડધી રાત્રે ગાર્ડનમાં શું કામ આવે? એવો પ્રશ્ન પણ થયો. નગરપાલિકાના આ પબ્લીક ગાર્ડનમાં ચોકી કરવાની…
શિરીષ
વાંચન સમય: 3 મિનિટશિખા ચાનો કપ લઈ બાલ્કનીમાં આવી હિંચકે ગોઠવાઈ. સાંજ ઊતરી આવી હતી અને એમાં પણ ચોમાસાના દિવસો હતાં એટલે કાળા વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું. ધીમો પવન બાલક્નીમાં રાખેલા કૂંડાના છોડને અને શિખાની લટોને એક સરખી રીતે હલાવી રહ્યો હતો. રુમમાં વાગી રહેલું ‘યે શામ મસ્તાની મદહોશ કીએ જાય..’ જાણે સાંજને વધુ આહ્લાદક બનાવતું હતું….
