વાંચન સમય: < 1 મિનિટકુણો કુણો પીળો તડકોબારીમાંથી ડોકિયું કરી ગયોને મને એ જોઇ ગયોઉગી એને બે પાંખોને આખા ઘરમાં ફરી વળ્યોપછી,એણે દસ્તક દીધી દરવાજા પરને મહેમાન બનીને આવી ગયોસ્પર્શીને સૌ વસ્તુનેબહુ જલ્દી એ ચાલ્યો ગયોકણ-કણ બનીને રજકણમાં પરોવાઇ ગયોકુણો કુણો પીળો તડકોબારીમાંથી ડોકિયું કરી ગયો!!!
ટૅગ અછાંદસ કાવ્યો
કીટ્ટા – બુચ્ચા
વાંચન સમય: < 1 મિનિટઅડકો – દડકો, ચોરપોલીસરમતા બે ભાઇરડે છે, પડે છે,વઠે છે, ઝગડે છેબુચ્ચા-કીટ્ટા, કીટ્ટા-બુચ્ચા થ્હય છેધીમે ધીમેરમકડાથી શ્રુ થતો ઝગડોબાપની મિલ્કત સુધી પહોંચે છેને અબોલા થાય છેજે છેક સુધી રહે છે…
ક્યારે આવશો?
વાંચન સમય: < 1 મિનિટપિયુ છે મારો પરદેશકર્યો મેં સુવાસ હારે સંદેશલખજો જરાતમે ક્યારે આવશો દેશ?ઘરની દિવાલો એકલી-એકલીને ચીથરે હાલ થ’ગ્યા મારા વેશલીમડો વારે વારે હલબલી ઉઠેને ભાંભર્યા-સાંભર્યા કરતી ભેંશપાઘડી જોઇ ને તારીઆંખ્યુંમાં ફૂટતી આંસુની ટેશસંભાળજો ને સંભારજોલખજો જરા ક્યારે આવશો દેશ…!
