વાંચન સમય: < 1 મિનિટતારી વાગેલી આંગળી પરફૂંક મારતા-મારતામને ખબર પડીકેમારી ફૂંકમાં તોજબ્બરજસ્ત જાદુ છેતેતારા કોઇ પણ દર્દનેઠીક કરી શકે છેપછી ધીમે..ધીમે…મને ખબર પડીકેમારામાં પણકંઇક કરી શકવાનોજાદુ છે!
ટૅગ અછાંદસ કાવ્યો
મમ્મી
વાંચન સમય: < 1 મિનિટતું મને હજીયે યાદ આવે છે રંગોળીના રંગમાં,તારા શણગારેલા કોડિયામાંકરેલા દીવાની જ્યોતમાં,શીતળા સાતમે માથાબોળ નાહ્તા,રસોઇ બનાવતાએમાં મસાલા નાખતાં,પાણિયારે માટલું વિછળતા,સાડી પહેરીને તૈયાર થતા,હારી જવાની ક્ષણેબમણી શક્તિથી ઝઝૂમતા, દરેક ક્ષણે,તું મને હજીયે યાદ આવે છે.મારા મમ્મી બની ગયા પછી પણ!
શર્ટનુ બટન
વાંચન સમય: < 1 મિનિટઆજેતારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતામારો ભૂતકાળ ઉકેલ્યોએમાંથીમળ્યુંથોડુ રફુ થયેલું ભૂરું સ્કર્ટ,મારી શાળા,શાળામાં ન કરેલાતોફાનોનો અફસોસ,ને ફરી સાધુ વર્તમાન સાથેતોતારા પપ્પાના શર્ટનુંએક પણ બટનઆટલા વર્ષોમાં તુટ્યું નથી.
એક મોચી
વાંચન સમય: < 1 મિનિટએક મોચીરસ્તાની ધાર પરઉગેલા વૃક્ષ નીચે બેસેસદા’ય હસતો. જોડા સીવતા સીવતાએક સાંધે ત્યાં તેર તૂટેએવા મહિનાને થીંગડા મારતો.તડકામાંથોડું પાણી પીતોએની ખુદ્દરીથીતડકો’ય બીતો. ક્યારેક અંગુઠોને ક્યારેક તળિયું સીવતોપણ,માણસના ખિસ્સાનેકદી’યે ન ફાડતોસદા’ય હસતો. સાંજનું વાળુએ ઘરે જ કરતોએનું આંગણ કિલ્લોલ કરતું.
