વાંચન સમય: < 1 મિનિટમારા ઘરની બારીમાંથીદરરોજ એક ચકલી આવેતિજોરીના પડદે લટકીતકતામાં એ ચાંચ મારેક્યારેક હારેને ક્યારેકબીજી ચકલી એને વારેક્યારેકમારી ફૂ….ર્……ર્……ની બૂમએને માથા પછાડવાથી તારેને જઇ બેસે કોઇ ડાળે!!!
ટૅગ અપ્રકાશિત કાવ્યો
ચા, ગઝલ અને તમે
વાંચન સમય: < 1 મિનિટએક સોનેરી સાંજ,ચા,ગઝલ,અને તમેપછીમારે બીજુ શું જોઇએ …… !!!
બે કાવ્યો
વાંચન સમય: < 1 મિનિટ૧. પગલાં ભીની માટી પર પાડેલાંપક્ષીઓના પગલાંનેA.M.C. નો કામદારતબાસરામાં ભરે છે પાવડે પાવડેને ક્યાંક ઠાલવે છેપછી,કોઇ બાળકશરુ કરે છે,એના પર પગલાં પાડવાનુ….!! (AMC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ૨. સપ્તર્ષિ ઘરેથી નીકળુ છું ત્યારેલાગે છેસપ્તર્ષિનો એક તારો ખરી પડે છેબીજે ક્યાંક ઝળહળવા માટેઅને આકાશભરાઇ જાય છે અંધકારથી!!!!
