જન્મદિવસ પર કેક કાપતાં-કાપતાં જિંદગીનું એક વર્ષ કપાય છે. પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે. કેકની મીઠાશ માણ્યા પછી જિંદગીની કડવાશ ઉભરાય છે. આમ જ જિંદગી પૂરી થાય છે!! (પ્રકાશિત – કવિલોક, લયત્સરો)
એક કવયિત્રી

જિંદગીનો ભાર ઢસડી ઢસડીને મનથી બેવડ વળી ચુકેલા, તોય ખુશીથી અમને રાખતા. કણીઓ પડેલી હથેળીએ ને બરછટ બનેલા હાથ, તોય કોળિયો અમને ભરાવતા. ઘા ભલે હોય હજાર તોય વ્હાલ અમને કરતા. એક-એક ચિંતાની કરચલીઓ ચહેરા પરથી છુપાવીને, હાસ્ય અમને અર્પતા. મજલોનુ અંતર કાપી કાપીને અમને મંઝિલે પહોંચાડતા. રાખીએ છીએ અમે…