મંદિર??
આપણી ફરિયાદો
આપણી વ્યથાઓ
આપણી માગણીઓનું ન્યાયાલય
જ્યાં છે
સ્મિત કરતી
પથ્થરની મૂર્તિ
છતાં સાંભળે છે
આપણો અવાજ
આપણું મૌન
તોલે છે ન્યાય
અદ્રશ્ય ત્રાજવે
આમ તો
મંદિર એટલે
જીવથી શિવ સુધીની યાત્રાનું સ્ટેશન!

સોયના નાકામાં
દોરો પરોવવાનો પ્રયત્ન કરુ છું
ને રડી રડી સુજી ગયેલી આંખો
ચૂવાનું શરુ કરી દે છે
જીંદગી પણ તો
સોયના નાકા જેવી
જ્યાં પ્રયત્ન કરો પરોવવાનું
ને છટકી જાય શ્વાસ!

Page 4 of 51« First...23456102030...Last »