Skip to content

અગાશી

ખા…સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ.

પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે અગાશી પર જઈ મોટે-મોટેથી ‘ચાલો રમીએ હોડી હોડી….’ ગોખતા. જાણે કોઈ સ્ટેજ કે સભાગૃહ હોય ને કેટલાય લોકો મને સાંભળતા હોય ! એ જ અગાશીમાં ચોરી છૂપીથી બધાની નજરથી સંતાડીને રાખેલી વાનગીની મિજબાની પણ માણી છે. સમજણા થયા પછી ઉનાળામાં રાત્રે તો ધાબા પર જ અડ્ડો. પહેલા પથારી પાથરી ને ઠરવા દેવાની અને એ પછી પરવારીને પહોંચી જવાનું ચંદ્ર-તારાઓની લગોલગ. સૂતાં સૂતાં ચંદ્ર અને તારાઓને જોવાનાં. સપ્તર્ષિની ઓળખાણ પુસ્તકની પહેલાં અગાશીએ કરાવી. સોળ-સત્તર વર્ષની ઉંમરે દરરોજ સાંજે સંધ્યાના રંગ માણવા અગાશી પર પહોંચી જાઉં. ત્યારે પણ મોટે-મોટેથી ગીતો ગાઉં. પક્ષીઓ સિવાય કોઈ મને સાંભળવા રાજી ન થાય ! ઉત્તરાયણમાં સવારથી પહોંચી જવાનું અગાશી પર. ચાદરનો ચંદરવો બનાવી દેવાનો. પતંગ ચગાવતાં તો આવડે નહિ પણ ચીક્કી-મમરાના લાડુની મોજ માણવાની.

શિયાળામાં ચોખાની પાપડી થાય તેનો ચૂલો પણ અગાશીમાં. મમ્મી સાથે સાથે હું પણ પાપડીઓ વણવામાં ને સૂકવવામાં જોતરાઈ જઉં. દિવાળી સમયે ઘરના ગાદલા-ગોદલા તપાવવા એક અગાશીનો જ આશરો. મુગ્ધવયે વરસાદની ઝરમર પણ અગાશીમાં માણી છે. મારી મા ની જેમ અગાશી પણ સાક્ષી છે મારા મનોભાવની ! સમય ચાલતો રહ્યો ને સાથે સાથે અગાશી સાથે જોડાયેલું લાગણીનું પોત પાતળું થતું ગયું. મારા લગ્નની વડીઓ મૂકાઈ ત્યારે એ જ અગાશી પર ઘરના સૌ ભેગાં થયેલાં. ઘરમાં આવેલા ઉત્સવનો પડઘો મારી અગાશીમાં પડેલો. હવે મોટા મોટા ફલેટમાં અલાયદી અગાશીઓ ન મળે પણ અગાશીની પ્રતિકૃતિ જેવી દીકરી ‘બાલ્કની’ મળે. સાવ જગ્યાનો અભાવ સર્જાયો હોય ત્યાં એની સૌથી નાની દીકરી ‘સ્ટેન્ડીંગ બાલ્કની’ મળે ! હવે મારા સાંજના સૂર્યને ગળી જાય છે મારી ખાનગી કંપનીના ‘વર્કીંગ અવર્સ’….. સૂર્યની સાથે સાથે જાણે અગાશી સાથેનો સંબંધ પણ ડૂબવા લાગ્યો છે !

પ્રકાશિત (રીડગુજરાતી.કોમ – ૨૨ ડિસેમ્બર)

Published inઅન્ય સાહિત્યપ્રકાશિત

10 Comments

 1. Jagat Jagat

  અતિ સુન્દર ઃ)

 2. Kajal Kajal

  hmm….reflecting inner u dear….. but in a way its story of all of us……
  Nicely composed dear…. 🙂

 3. Hemal Hemal

  Very nice…

 4. Brinda Patel Brinda Patel

  Really nice dear….

 5. સૂર્ય સામેથી નજર ન હટાવીશ્… સાન્જની ઠન્ડકને મનમાથી વિદાય ન આપીશ.. રાતના તારાઓને આખમા ભરી જ રાખજે… અગાશી જરૂર મળશે…

 6. mayur joshi mayur joshi

  વાન્ચિ ને સારુ લગ્યુ..

 7. વાહ ખુબ સરસ મને મારા મમ્મિ નુ ઘર યાદ આવિ ગયુ અને આગશિમા માનેલા એ જુના દિવસો પન્…

 8. વાચિને લાગ્યુ કે આ તો મારા જ મનનિ વાત…!!!

 9. JIGNESH DARJI JIGNESH DARJI

  મને પન બહુજ ગમિ તમરિ કલ્પના

 10. Nalin Nalin

  “અગાશીની પ્રતિકૃતિ જેવી દીકરી ‘બાલ્કની’ મળે” – This is very nice comparison! In metro cities now there is no terrace available for childhood to take experiences like earlier days.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!