Skip to content

Category: પ્રકાશિત કાવ્યો

નવી શરૂઆત

ઋતુ કોઈ પણ હોય, ઘડિયાળના કાંટા સતત ખીલતા રહે છે… કદાચ કોઈ દિવસ એમ પણ બને કે, પાનખર આવે ને, એ કાંટા ખરી પડે ! જો એવું બને, તો એ શું હશે ? કોઈ યુગનું પતન કે નવી શરુવાત??? (પ્રકાશિત – રીડગુજરાતી)

સારથિ

જીવન યુદ્ધમાં સતત લડતો અર્જુન હું… અને કૌરવો એટલે, મારી અંદર ઊગતો વિષાદ મારી અંદર ઊગતો ક્રોધ મારી અંદર ઊગતો દ્વેષ મારી અંદર ઊગતી હિંસા ન થાય સંધ્યા ન થાય શંખનાદ કેટલીય યુદ્ધનીતિ, રણનીતિ, કુટનીતિ મનમાં રચાય… પણ છેવટે તો મારા કૃષ્ણ-શબ્દો જ બને મારા સારથિ ! (પ્રકાશિત – રીડગુજરાતી)

error: Content is protected !!