સવજી ચા પીવા બેઠો. ચા રકાબીમાં કાઢીને મોઢે માંડવા જાય, ત્યાં તો ખાંસીનો એકધાર્યો હુમલો આવ્યો. રકાબીની અડધી ચા ખમીસ પર ને અડધી જમીન પર ઢોળાઈ ગઈ. ખાંસીખાસીને આંખોમાં પાણી ધસી આવ્યું. રાધા ફટાક કરતી ઊભી થઈ, પાણી લઈ આવી. પણ સવજીની ખાંસી હજી અટકી ન્હોતી. “તમે દાક્તરને બતાવી દો. આ ખાંસી બઉ દિ’થી છ.”,…
Category: અપ્રકાશિત
જન્મદિનની ભેટ
શ્યામા આરામ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહી હતી…લગ્ન પછીનો આ મારો પાંચમો જન્મદિવસ છે પણ સોહનને યાદ નથી. હવાની લહેર સાથે સાથે અનેક વિચારોની લહેર પણ આવી…સોહન પોતાની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ ક્યારેય ભૂલ્યો નથી. હજી યાદ છે લગ્ન પછી જ્યારે પહેલીવાર પોતાનો જન્મદિવસ આવ્યો ત્યારે સોહન દરરોજ કરતાં વહેલો ઉઠી ગયો હતો અને બેડરૂમમાં…