Skip to content

જન્મદિનની ભેટ

શ્યામા આરામ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહી હતી…લગ્ન પછીનો આ મારો પાંચમો જન્મદિવસ છે પણ સોહનને યાદ નથી. હવાની લહેર સાથે સાથે અનેક વિચારોની લહેર પણ આવી…સોહન પોતાની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ ક્યારેય ભૂલ્યો નથી.

હજી યાદ છે લગ્ન પછી જ્યારે પહેલીવાર પોતાનો જન્મદિવસ આવ્યો ત્યારે સોહન દરરોજ કરતાં વહેલો ઉઠી ગયો હતો અને બેડરૂમમાં રાખેલા ડ્રેસીંગ ટેબલ પરના કાચ પર લીપસ્ટીકથી ‘Happy birthday to you with love’ લખી રાખ્યુ હતુ. પોતે તો એ જોઇને રોમાંચિત થઇ ગઇ હતી, જાણે પોતાનો નવો જન્મ થયો હોય. તે દિવસે પોતે નાહી પરવારીને પાછી વાળ ઓળવા બેડરૂમમાં આવી ત્યારે ત્યાં એક સુંદર ગુલાબી રંગનુ કવર અને એક ગીફ્ટ પડી હતી. ખોલીને જોયુ તો પોતાની મનપસંદ કલક્તી સાડી હતી. અને તે દિવસે એજ સાડી પહેરી હતી. ભેટ એ કોઇ વ્યક્તિ આપણને કેટલુ ચાહે છે એનુ પ્રમાણ નથી છતાં ભેટ ખરીદતી વખતે આપણી પસંદગી-નાપસંદગી નો ખ્યાલ કરે છે, આપણને યાદ કરે છે એ મહત્વનુ છે…અને એ સમયે લાગણી મુખ્ય અને વસ્તુ ગૌણ બની જાય છે.

કોલેજમાં જ્યારે ‘રોઝ ડે’ કે ‘વેલેન્ટાઇન ડે’ ની ઉજવણી ચાલતી હોય ત્યારે સૌ એક-મેકને ફૂલ આપતા, પણ સોહન જ્યારે ફૂલ આપતો ત્યારે એ દિવસ પોતાના માટે ‘રોઝ ડે’ કે ‘વેલેન્ટાઇન ડે’ થી પણ વિશેષ બની જતો. ગઇસાલ સોહને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. આખા ઘરમાં મનગમતા લવંડર ફૂલો ગોઠવી દીધા હતા.

સોહને ગઇ કાલે જ્યારે વાત કરી કે આવતી કાલે તેને ઓફિસના કામથી બહારગામ જવાનુ છે ત્યારથી જ તેનો અડધો ઉત્સાહ મરી ગયો હતો પણ છતાંય કાલે સ્નેહ નીતરતા હ્રદયે સોહન જન્મદિવસની શુભેચ્છા તો પાઠવશે. એ કલ્પના માત્રથી હ્રદય પ્રેમથી છલકાઇ ગયુ. સવારે જાગીને જોયુ તો દરેક સ્વપ્નો ટુકડા બનીને પડ્યા હતા. ન તો ડ્રેસીંગ ટેબલ પરના કાચ પર કઇ લખ્યુ હતુ કે ન તો કોઇ ખંડમાંથી ફૂલોની સુવાસ આવી રહી હતી….એક સ્તબ્ધ શાંતિ છવાયેલી હતી. પથારીમાંથી ઉઠીને જોયુ તો સોહન તૈયાર થઇને બેઠો હતો અને જવાની તૈયારી કરી રહ્યો હતો. આજના દિવસે આવું થશે એવી કલ્પના માત્ર નહોતી. થોડીવારમાં સોહન તેને આવજે કહીને સ્કૂટર લઇને નીકળી ગયો.

સવારના ચોખ્ખા વાતાવરણમાં પણ જાણે ગુંગળામણ થવા લાગી. બંધ આંખે જોયેલા સ્વપ્નો આટલા જલદી તૂટી જશે એવો ખ્યાલ નહ્તો. હ્રદય અને મનની ગુંગળામણે જાણે શરીરને અસ્વસ્થ બનાવી દીધુ. નાહી પરવારી સોહને પેહલાં આપેલી કલક્ત્તી સાડી પહેરી. પણ દિવસ દરમ્યાન કંઇ જમી નહી. વિચારોના રસ્તા પર જાણે ક્યાંક દૂર…..દૂર…. નીકળી ગઇ. કંઇ ન સુઝતા છેવટે બાગમાં આવી આરામ ખુરશીમાં બેઠી.

સાંજના ઓળા ઉતરી આવ્યા હતા…સૂરજ નિરાંતે પશ્રિમ તરફ ઠળી રહ્યો હતો અને વાતાવરણમાં એક શાંતિનો ઓછાયો હતો. અચાનક એ શાંતિનો ભંગ કરતું કોઇ સ્કૂટર આવી રહ્યુ હતુ. એ અવાજ વધુ નજીક આવતો જણાયો પણ છતાંય ઇચ્છા ન હતી કે ઉભી થઇને જોઉ. સ્કૂટર દરવાજે ઉભુ રહ્યુ અને ઝાંપાનો ખખડાટ થયો ને પોતે જાણે ઝબકી ગઇ. જોયું તો સામે સોહન ઉભો ઉભો બૂટની દોરી છોડી રહ્યો હતો પણ ચહેરા પર એક અનેરું સ્મિત હતુ. સોહન અંદર ગયો ને પાછળ પાછળ હું પણ ગઇ. આશ્ચર્ય સાથે ત્યાંજ થંભી ગઇ. ટેબલ પર લવંડર રંગનુ કવર અને એક ગીફ્ટ પડ્યા હતા. સામે સોફામાં બેઠો બેઠો સોહન સ્મિત કરી રહ્યો હતો. પોતાને ન સમજાયુ કે શું કરવુ. ગીફ્ટ ખોલી અને આનંદથી ઉછળી પડી…પોતાના ગમતા લેખકના ત્રણ પુસ્તકો હતા. સોહને પાસે આવી, હાથમાં હાથ લઇ ‘Many many happy returns of the day’ કહ્યું. શ્યામાની આંખમાંથી લખોટી જેવા આંસુ સરી પડ્યા. જ્યારે સોહને જણાવ્યુ કે પોતે કોઇ ઓફિસના કામે ગયો જ નથી પણ એક મિત્રના ઘરે થોડી વાર રોકાઇને આ ગમતા પુસ્તકોની શોધ કરવા નીકળી પડ્યો હતો, ત્યારે શ્યામા પ્રેમના ઉપવનમાં એક લાવણ્યયુક્ત કળી બનીને ખીલી ઉઠી!!!

Published inઅપ્રકાશિતવાર્તાઓ

13 Comments

  1. JAYPRAKASH VYAS JAYPRAKASH VYAS

    સરસ વાર્તા…!!

    પસાર થતાં લગ્ન સંસારનાં એક તબક્કે…………..

    જ્યારે વાર્તાના અંતમાં નિરાંતે પશ્રિમ તરફ ઢળતાં સૂરજના આકાશી સાનિધ્યમાં પોતાનાં જ જન્મદિવસે તૂટતાં અનુભવાતાં સ્વપનાંઓની વચ્ચે આચાનક સોહને આપેલી જન્મદિનની ભેટથી એ સાંજ રોમાંચક બને છે;

    ત્યારે શ્યામા પ્રેમના ઉપવનમાં એક લાવણ્યયુક્ત કળી બનીને ખીલી ઉઠે છે…!!! અને આ ખીલેલી કળી પર પોતાનીજ આંખમાંથી લખોટી જેવા આંસુ સરી પડતાં નજરચૂક થયેલ ઝાકાળનું (આવકાર્ય એવા) આવિરત વિશ્વાસના બિંદુ રુપે ચમકી ઉઠવું એ આ વાર્તાનું મારા મતે હ્દય સ્પર્શી ” CLIMAX ” – મર્મ છે………!!!

  2. Kajal Kajal

    Very nice dear…..

  3. વાર્તા નો અંત ખુબ જ સરસ છે…

  4. Tejal Thakkar Tejal Thakkar

    really nice dear

  5. Pathik Shah Pathik Shah

    very nice dear…ending of the story is fantastic..

  6. મને આ

  7. MANE AA SITE GANI BADHI GAMI CHE NE MANE GUJARATI VAARTA, KAVITA KHUB GAME CHE.

    THANK YOU

  8. kirit kirit

    I like this story very good

  9. Anshu Joshi Anshu Joshi

    It’s really a nice story just write regularly short stories

  10. namrata patel(shah) namrata patel(shah)

    very nice story. ending is also very good.

  11. Vaishali Maheshwari Vaishali Maheshwari

    This story has a pleasant suspense/surprise in it, so we cannot stop reading it in the middle. The climax of this story is very exciting and wonderfully written.

    Thank you for sharing this beautiful story.

  12. param sneh param sneh

    this reminds me my one of my best friends’ birthday. Well written.. absolutely beautiful.

  13. paresh paresh

    અપેશા કરતાં પણ વધારે આનદ થયો હશે…અને એજ વાર્તા નો અંત આનંદ દાયક છે.
    સરસ વાર્તા……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!