Skip to content
Menu
વાસંતીફૂલ વાસંતીફૂલ
  • મુખપૃષ્ઠ
  • સાઇટ વિશે
  • મારો પરિચય
  • પુસ્તકો
  • સંપર્ક કરો
વાસંતીફૂલ વાસંતીફૂલ

સાઇટ વિશે

વાંચન સમય: 2 મિનિટ

રક્ષાબંધન એ ભાઇ બહેનના પ્રેમનો પવિત્ર દિવસ છે, અને આ સાઇટનુ ડોમેઇન પણ આ જ દિવસે મને મારા વ્હાલા ભાઇ નિશિત તરફથી ગયા વર્ષે ભેટ સ્વરુપે મળ્યુ છે.

સમયની વ્યસ્તતા અને એથી વિશેષ મારા આળસ ને કારણે લગભગ એક વર્ષ સુધી સાઇટ બનાવવાની દિશામાં કંઇ કામ કરી શકી નહોતી. પણ મારા પપ્પાના સતત આગ્રહ ને કારણે મારી રચનાઓને ‘ડિજીટલાઇઝ’ કરવાનુ કામ હાથ પર લઇ શકી છું. આ જ કારણે મને વિચાર આવ્યો કે જેમણે મને સતત પ્રોત્સાહિત કરી તે માતા-પિતાના હાથે જ આ સાઇટ પબ્લીશ થાય. ૨૯, એપ્રિલ એ મારી મમ્મીનો જન્મ દિવસ અને ૫, મે પપ્પાનો જન્મ દિવસ – અને લગભગ એ સમયગાળામાં જ આ વેબસાઇટ તેમના હાથે જ પબ્લીશ કરી રહી છું.

આ ડોટકોમની દુનિયામાં મારી લાગણીઓને મુકવાનો આશય દરેક કોમના કોમન મેન સુધી એ વાત પંહોચાડવાનો છે કે બધા જે વિચારે છે, અનુભવે છે તે કદાચ લખી શકતા નથી, પણ જો તમે કંઇ પણ અનુભવીને લખી શકો છો તો તમે કોઇ પણ કારણોસર તેને અટકાવતા નહિ. કોઇના માટે નહિ પણ પોતાના માટે પણ લખવાનું ચાલુ રાખજો. કંઇ નહિ તો છેવટે રોજનિશિ પણ લખો, ક્યારેક તમે પોતે જ ભવિષ્યમાં વાંચશો તો ઘણુબધુ તેંમાંથી મળી આવશે, અને ત્યારે તે ખજાના જેવુ લાગશે. તમારા નાનામાં નાના વિચારને લખો, ભલે તે ગમે તેવો હોય. ગાંધીજીનો એક નાનો વિચાર જ તેમને આઝાદીની લડત કે સત્યાગ્રહ સુધી લઇ ગયો હશે ને!!

આ વેબસાઇટ બનાવવા માટે મને જો કોઇએ પ્રેરી છે તો તે મારો ભાઇ છે. મારી શબ્દોની યાત્રામાં સતત સાથે રહ્યા છે મારા મિત્રો, જેમણે જ્યારે મળ્યા ત્યારે પુછ્યું છે – “કંઇ લખ્યું નવુ?”. પપ્પાને સાહિત્યનો કોઇ શોખ નહી એટલે કદી મને સાંભળે નહી પણ કંઇ પણ નવુ કરવા માટે રોકે પણ નહી. મમ્મી મને સતત સાંભળે. અને હવે એ ઘરે થી બીજે ઘરે ગઇ છું ત્યારે ત્યાં મારા પપ્પા (સસરા) મને સાંભળે. મારા કવિમિત્રો પણ ખરા જે અવારનવાર પૂછે મારા લખાણ વિશે અને કોઇ કાર્યક્રમ હોય તો જણાવે પણ ખરા. મારા ક્ષેત્રની વ્યસતામાં પણ મને જો સાહિત્ય સાથે મજબુતપણે જકડી રાખનાર કોઇ હોય તો તે ગુજરાતી વેબસાઇટ્સ અને બ્લોગ્સ છે – ખાસ કરીને રીડગુજરાતી જ્યાંથી મને તમામ પ્રકારનું ગુજરાતી સાહિત્ય વાંચવા મળી રહે છે, પછી એ લલિત નિબંધ હોય કે કવિતા કે પછી ગઝલ અને ગીત.

64 thoughts on “સાઇટ વિશે”

ટિપ્પણીઓ સંશોધક

નવી ટિપ્પ્ણિઓ
  1. Tejal Thakkar કહે છે:
    04/05/2009 પર 23:25

    અરે વાહ હિરલ,
    અભિનંદન…………
    સાઇટ ખૂબ જ સુંદર છે.
    અને તારુ લખાણ પણ…..
    તારા વખાણ તારા જેટલી સુંદર ભાષામાં તો નહી જ કરી શકુ,
    પણ હા, પ્રભુ ને પ્રાથના જરુર કરીશ કે આ જ રીતે તને સફળતા અપે

    જવાબ
  2. manojkumar thaker કહે છે:
    04/05/2009 પર 23:30

    પ્ર્ય વહલેી દેકરિ હિરલ્,
    વે અરે વેર્ય ગ્લદ તો લોઉન્ચ યોઉર વેબ્સિઘ્ત અન્દ વિશ યોઉ સુએસ્સ ઇન યોઉર લિફે

    જવાબ
  3. Mehul Thakkar કહે છે:
    05/05/2009 પર 08:04

    વાહ હિરલબેન,
    ખુબ ખુબ અભિનંદન
    તમે ખરેખર ખુબ સુંદર લખો છો.

    જવાબ
  4. Mrunal Buch કહે છે:
    05/05/2009 પર 09:46

    વાહ….ઉતમ

    જવાબ
  5. kankshit munshi કહે છે:
    05/05/2009 પર 10:11

    wonderful,

    keep the good work going…

    જવાબ
  6. Snehal કહે છે:
    05/05/2009 પર 10:41

    Nice Website…Hope to see more of your creations here…Keep smiling and conquer your dreams…Friends’ best wishes are always with you… 🙂

    જવાબ
  7. Snea Trivedi કહે છે:
    05/05/2009 પર 11:14

    શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
    આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
    હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
    પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

    અને તમે પ્રેમ નિતર્તિ લગનિ સબભર વેબસઈટ પબલિશ કરિ પ્રેરના ભર્યુ દાગ માનઙયુ તે બદલ ખર દિલ્થિ અભિનંદન. બસ આવુ ને આવુ લખતા રહો.

    જવાબ
  8. Shailesh pandya BHINASH કહે છે:
    05/05/2009 પર 14:38

    VERY NICE…

    જવાબ
  9. Nishit કહે છે:
    05/05/2009 પર 17:48

    Very good sis… Nice work.. !!!

    જવાબ
  10. Natver Mehta, lake Hopatcong, NJ, USA કહે છે:
    05/05/2009 પર 17:49

    દેર આયે મગર દુરસ્ત આયે એવી કહેવત છે હિરલબેન!! અને આપને બરાબર લાગુ પડે છે.
    પ્રથમ તો આપના ભૈયાને અભિનંદન આવી અણમોલ ભેટ આપવા બદલ કે આખેઆખું ડોમેઈન ભેટમાં આપ્યું! સરસ ભેટ! એક વરસ લાગી ગયું પણ હવે સમયસર કંઈને કંઈ આપતા રહેશો એવી વિનંતી છે.
    આપની સાહિત્યસાધના વધતી રહે એ માટે મા સરસ્વતિને પ્રાર્થના!!
    આપની સાઈટ ખુબસુરત છે. અને એમાં આપની અભિવ્યક્તિ ઝળકે છે.

    જવાબ
  11. Ankita કહે છે:
    05/05/2009 પર 18:22

    ખુબ ખુબ અભિનન્દન દિદિ……….!

    જવાબ
  12. Pathik કહે છે:
    05/05/2009 પર 19:01

    Keep going Hiral. You r d first one to create a site. Keep it up……

    જવાબ
  13. Rachana કહે છે:
    05/05/2009 પર 23:18

    keep it up… we’ll now directly read online…knowledge no pure’puro prayog karyo……ABHInandan!

    જવાબ
  14. Mitul કહે છે:
    06/05/2009 પર 11:07

    બહુજ સારી કવિતઓ લખેલી છે પન એક વિનંતિ છે કે થૉડિ વધારે POST karo

    જવાબ
  15. Sarita Patel કહે છે:
    06/05/2009 પર 20:09

    Good dear very good work. Keep it up…. Happy to see you all in site. Where is my photo? 🙁

    જવાબ
  16. Gaurang Thaker કહે છે:
    07/05/2009 પર 09:39

    હિરલ તારો બ્લોગ મને ને તારી માસીને બહુ જ ગમ્યો.વાહ સરસ keep it up…

    જવાબ
  17. Madhav Vyas કહે છે:
    07/05/2009 પર 10:11

    Really Excellent,

    I hope you keep going up in the field of
    “Gujarati Sahitya”

    Best Wishes

    જવાબ
  18. Kajal And Durgesh કહે છે:
    07/05/2009 પર 11:00

    “So now it’s come true, just as you told us”

    I would like to congratulate
    You for planting ur dream in the real world…

    Today and for the rest of your life….
    May all your dreams come true.
    **********************************
    Dreamers are the architects of greatness.
    There wisdom lies within their souls.
    Dream long enough and hard enough
    and your dream can be attained.
    **********************************

    જવાબ
  19. Pathik Shah કહે છે:
    07/05/2009 પર 21:01

    હિરલ,
    મારી આશા છે અને દિલ થી શુભ કામના છે તારી આ સાઈટ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગુજરાતી ભાષાને એક નવા યુગમા લઇ જાય અને આવનારી પેઢી આનો લાભ લઇ શકે અને આપણી ભાષાથી તાર જોડી શકે.

    ખુબ ખુબ અભિનન્દન …!!!!

    જવાબ
  20. Kajal કહે છે:
    07/05/2009 પર 23:41

    આભાર તારો કે આવી મિત્રતા આપી,
    આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

    દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
    પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી…

    કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
    મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

    નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
    આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

    હું અપૂર્ણ તમારી મિત્રતા વિના,
    તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી….

    ઇન્તરનેત્ “કાજલ તરફ થિ”

    જવાબ
  21. Romesh & Krupali Raval કહે છે:
    08/05/2009 પર 18:35

    વાહ્!સુન્દર પ્રયત્ન!ગુજરાતિ ભાશાને જિવન્ત રખ્વાનો અભિનન્દ્દનિય પ્રયઆસ્ ! ફાથર વાલેસે કહ્યુ કે ભાશા જાય તો સન્સ્ક્રુતિ જાય. આપનિ સન્સ્ક્રુતિ અમર રહે એજ અભિલાશા.

    જવાબ
  22. JAYPRAKASH VYAS કહે છે:
    09/05/2009 પર 13:58

    બેટા હિરલ,

    હું તને માત્ર અભિનંદન નહિ આપું, તને જરુર છે આર્શિવાદનીય ……..

    થોડાંક જ દીવસો પહેલાંની આ વાત છે
    હા ! હજુ યાદ છે મને એ ક્ષણૉ ……..
    મારા મૉટા દિકરા ચિ અભિનય માટે જૉવા ગયેલા
    અમે એક છૉકરી, ને હતી તે હિંચકે ઝૂલતી …….
    અને આજે જૉઉં છું ઇન્ટરનેટ પર
    તારી (હા, એની જ) વેબસાઇટ
    ”ડબલ્યુડબલ્યુડબલ્યુ.વાસંતીફૂલ.કૉમ”” ઝૂલતી …….

    સાચેજ ! ભૂલભરેલી હતી એ મારી સમજ ……..
    કે “” વસંત આવે ત્યારેજ વાસંતીફૂલ ખીલે “”
    ના એવું માત્ર નહિ, પર્રંતુ “” વાસંતીફૂલ ખીલે ત્યારે વસંત આવે જ……..! “”

    અને ગુજરાતી સાહિત્યના આવા ગૌરવવંતા મુકામ પર
    મારી વિચારવાની રીત કંઈક આવી છે એમ…………!

    મારી દષ્ટિએ………..
    ———————————————–

    સંવેદનાના સ્પંદનૉને અંકિત થવા……………,
    આળૉટાતાં શબ્દૉનું થાકીને રચના બની પથરાવવા………..,
    અને સાતત્યના પ્રવાહમાં બંધાતા સપર્કને વહેવડાવવા……..

    આમ સંવેદના, શબ્દ, સંપર્ક જેવા ત્રણ – અક્ષૉથી આલેખ
    થયેલી આ ભૂમિતિ અર્થાત્ તારી આ વેબસાઇટ http://www.vaasantiful.comને ગુજરાતી સાહિત્યના વખણાયેલા વર્તુળૉ, ત્રાટકતાં ત્રિકૉણૉ, ખૉવાયેલા ખૂણાઑ, માટે એક ત્રિ-પરિમાણીય અવકાશ બની અન્ંતના સીમાડાંઓને
    આંબવાના પ્ર્યત્નના સ્પર્શનૉ અહેસાસ નસીબ થાય
    એવા મારા અંતરના શુભાશિષ………….!

    પપ્પા

    જવાબ
  23. saumil vyas ( લાડકવાયૉ દિયર) કહે છે:
    09/05/2009 પર 19:23

    Hi Bhabhi,

    It is all good. Great Efforts &
    KEEP PROGRESSING …………………!

    – saumil vyas

    જવાબ
  24. Maulesh Raval કહે છે:
    11/05/2009 પર 15:49

    To feel the nature is the case of commonsense but now a day commonsense is not common, it can be only in an uncommon personality like you. More than that ability to represent those feelings to the dear ones in real manner is nothing but the blessings of the GOD and you got it from the birth! Keep it up…. Best Luck!!

    જવાબ
  25. Bhavin R. Shah કહે છે:
    11/05/2009 પર 15:51

    Congratulations. God bless you!

    જવાબ
  26. GITA THAKER કહે છે:
    16/05/2009 પર 17:10

    HAI HIRAL ,

    KAVITA SARAS LAKHI CHE
    VERY GOOD NICE
    BHAGAVAN TANE KHOOBU SHAKATI APEA
    ANE JEVAN MA KHOOB PRAGATI KAIRA AVI BHAGAVAN NA E PRATHANA .

    જવાબ
  27. Jyomi કહે છે:
    21/05/2009 પર 10:42

    Hi Hiral,
    Its really very honorable to have such a talented and creative member in our circle of friends. You make each of us proud. Hope Abhi also learns something creative. 🙂
    Keep posting

    – Jyoti Omkar

    જવાબ
  28. TUSHAR કહે છે:
    22/05/2009 પર 21:58

    ખુબ જ સરસ્ હિરલ. અભિનંદન. ભવિષ્યમાં પણ આવુ જ સરસ લખતી રહે તેવી પ્રભુને પાર્થના.

    જવાબ
  29. Dishant કહે છે:
    23/05/2009 પર 15:23

    nice kavita Hiralben

    જવાબ
  30. Dharti Patel કહે છે:
    28/05/2009 પર 23:04

    WOW!!!! Keep it up Hiral!

    જવાબ
  31. Haripriya Tanna કહે છે:
    25/06/2009 પર 10:21

    Dear Hiral,
    Rreally great to see your site…
    Keep on going…. All the best !!

    જવાબ
  32. Janki Thakker કહે છે:
    25/06/2009 પર 12:03

    Very Touching ! I did not know that a great poet is working with me. Keep up a good work.

    — Loads of Love, Janki.

    જવાબ
  33. KHUSHBU BHATT કહે છે:
    16/07/2009 પર 12:46

    HI BHABHI,THESE ALL ARE VERY NICE.GOOD.KEEP IT UP.I DON’T KNOW MORE ABOUT THIS,BUT I WANT TO TELL SOMETHING FOR YOU–
    સુરજ ઉગે ઊજાસ ને કાજ,
    નદી વહે કિનારે ને કાજ,
    આપ દિવસે ને દિવસે આગલ વધો પ્ગતિ ને કાજ….all the best………

    જવાબ
  34. Nimesh Patel કહે છે:
    19/07/2009 પર 14:09

    હુ ખુબજ ખુશ થયો ગુજરાતિ કાવ્યો વાન્ચિને!

    જવાબ
  35. Atul Dave-Canada કહે છે:
    09/08/2009 પર 00:04

    My heartiest congratulations for your new married life. I was the one, who brought your gift from canada from your “Anil Mama”

    Today he gave me your web address and I read it with grace and peace of mind. I too was writing way back 25 years back, your simple and touching peoms prompted me to start writing once again. Need your good wishes.

    Keep on writing, whatever comes from your sweet heart.

    જવાબ
  36. Deval કહે છે:
    09/08/2009 પર 21:27

    so finally initiation of fairy tale……congratualtion(i know i know I’m late …but hey…… ) Finally you are on your way to summit. you are really good poetess. You know how to caste feelings into words. I mean….well…what i want to say is, it’s easy to feel every word of your poem,….every thing is amazing… your themes of landscapes, language, childhood, love and marriage( with intelligence:)), A subtle experience.But do you know what makes you very special? you are serving our culture,our language, our society by your writing.

    So,..well….I’m so happy for you that you get to live out your dreams. I look forward to reading about your experiences in.

    જવાબ
  37. Niraj કહે છે:
    17/08/2009 પર 19:41

    got your link from readgujarati.. Wonderful poems and nicely designed..

    જવાબ
  38. fakat tarun કહે છે:
    05/09/2009 પર 13:23

    આહાહાહા
    મઝા આવિ ગઇ.
    હુ શાય ર ગઝ્લ ક્યા મોક્લુ
    ફક્ત તરુન

    જવાબ
  39. Vraj Dave કહે છે:
    13/09/2009 પર 00:38

    ચિ.હિરલબેન્,
    વાહ કેવા નશીબદાર છો,ઘર બદલ્યું ત્યાં પણ પપ્પા આપને પ્રોસ્તાહીત કરે છે.હાં નેટ ની દુનિયા અજબ ગજબ છે.આપને અમારા આશિષ પ્રગતિ કરો બસ સાહિત્યની દુનિયામાં .
    આભાર. ફરી મલ્યા.
    વ્રજ દવે

    જવાબ
  40. vkvora, Atheist, Rationalist કહે છે:
    06/11/2009 પર 22:04

    કોઇના માટે નહિ પણ પોતાના માટે પણ લખવાનું ચાલુ રાખજો. કંઇ નહિ તો છેવટે રોજનિશિ પણ લખો.

    આ ગમ્યું એટલે કોમેન્ટ લખી છે.

    જવાબ
  41. Vishal Patel કહે છે:
    20/11/2009 પર 07:29

    Hi, I’m writing from New Zealand, I am regular reader of read-gujarati and your poems; Reason for reading Gujarati is keep in touch with Gujarat and Gujarati. As I got bored very soon because I’m s/w eng. by profession, I always keep read-gujarati and vasantiful.com open up on my second machine to read..
    Keep nice work going on, and congratulations.
    Warm Regards,
    Vishal.

    જવાબ
  42. Hetal Barot કહે છે:
    20/11/2009 પર 17:05

    Very Nice.
    Ur litrature is very creative and universal aply.
    I realy impressed.
    I Read first time ur site.

    Well
    I and my heart both r musician.
    I love music gujarati sahitya like as urs.
    when u want compose ur litrature then contect me.
    If u want…

    જવાબ
  43. Harshad dave કહે છે:
    15/01/2010 પર 23:43

    Few words about website and Content….
    Aa’kasmik-Adhabhut-Akalpa’ya-Avarneet-Anand

    Things to share:
    Lagna pachi aa nachez ne be(two)chez bahu bhave

    ** mane mari baa ni banaveli daal
    ** mari aardha-gini(gold) e banavelu ‘Bhinda’ nu shaak..

    જવાબ
  44. Rohit Ptel કહે છે:
    16/01/2010 પર 16:23

    thank you hiral ji

    keep it up ! gr8 job

    જવાબ
  45. Darshan કહે છે:
    18/01/2010 પર 17:15

    વાહ સ’રસ લખાણ છે.
    તમને લખવાનુ ચલુ રાખવા વિનંતી છે.

    આવજો.

    જવાબ
  46. વિમેશ પંડ્યા કહે છે:
    19/02/2010 પર 13:05

    તમારી સાઈટ અદભુત છે.

    હું તમારી આ સાઈટ ને મારા ફેસબુક પ્રોફાઈલ માં મૂકી શકું?

    જવાબની રાહ જોવું છુ.

    આભાર.

    જવાબ
  47. સુજિત ચોવટિયા કહે છે:
    23/02/2010 પર 17:17

    હિરલ બહેન
    મારે આમ તો કોઇ બેન નથિ એટલે તમેને બહેન કવ છુ. વાઘો નથી ને?
    બહેન હુ પન કવિતા બનાવુ છુ. પરન્તુ મારિ પાસે વબસાઈડ નથી.
    મારિ મદદ કરો .
    તારા પરિવાર વાત સાભળિને ખુબ આનંદ થયો.
    ભગવાન ને પાથૅના કરુ છુ કે તારા પરિવાર ને ખુશ રાખે.
    જય સ્વામિનારાયન.

    જવાબ
  48. Falguni Bhatt કહે છે:
    08/03/2010 પર 16:09

    I like “SARNAMU”
    Adbhut ane Nirbhel prem.
    God Bless You.

    જવાબ
  49. પારુલ દેસાઈ કહે છે:
    12/03/2010 પર 19:38

    પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please …..

    મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.

    મુકો ને………..

    પારુલ દેસાઈ

    જવાબ
  50. કલ્પેશ ડી. સોની કહે છે:
    15/03/2010 પર 00:43

    આપનો યુગલ ફોટો ત્રાંસો કેમ રાખ્યો છે? આપ ઢળ્યા છો જેમની તરફ એ આપના જીવનસાથી પણ સહેજ ઢળેલાં લાગે છે બીજી તરફ ! સાઈટના પાનાંની કિનારીઓ સળગેલી બતાવવાનું કોઈ ખાસ કારણ? આ તો જરી અમસ્તુ જ !

    જવાબ

ટિપ્પણીઓ સંશોધક

નવી ટિપ્પ્ણિઓ

પ્રતિસાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

  • ફેસબુક
  • ઇન્સ્ટાગ્રામ
  • લિંક્ડઇન
  • મધ્યમ
  • યુટ્યુબ

વાસંતીફૂલની પોસ્ટ માટે અહીં ઈ-મેઈલ સબસ્ક્રાઈબ કરો

તમારું સબસ્ક્રિપ્શન કનફર્મ કરવા ઈનબોક્સ કે સ્પામ ફોલ્ડર જોવાનું ચૂકશો નહીં.

  • અછાંદસ કાવ્યો
  • બાળક એક ગીત
  • મૉનો-ઇમેજ કાવ્યો
  • લઘુકથા
  • લેખ
  • વાર્તાનું આકાશ
  • હિંદી કાવ્યો
  • Facebook
  • Instagram
  • Linkedin
  • Medium
  • યુટ્યુબ
©2026 વાસંતીફૂલ | Powered by Superb Themes