લગ્ન પહેલાં હીરલ મનોજકુમાર ઠાકર અને હવે હીરલ અભિનય વ્યાસ. સ્ત્રી તરીકે બીજા જન્મની શરુવાત ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૯ એ કરી.
અભ્યાસમાં એક ‘એવરેજ’ વિધ્યાર્થિની અને અભ્યાસ કાળમાં એક શાંત અને અંતરમુખી સ્વભાવ વાળી વિધ્યાર્થિની તરીકે ગણતરી થતી. બાલમંદિરથી બારમા ધોરણ સુધીનુ શિક્ષણ ગુજરાતી માધ્યમમાં અને કોમ્યુટરમાં સ્નાતક અને અનુસ્નાતક અંગ્રેજી માધ્યમમાં. કદાચ ગુજરાતી માધ્યમના શિક્ષણને કારણે જ ગુજરાતી ભાષા સાથે નો સંબંધ જળવાઇ રહ્યો. ગુજરાતીનો તાસ ચાલતો હોય ત્યારે લગભગ પોણો ક્લાસ બગાસા ખાતો હોય ત્યારે હું “અમે એક જ ડાળના પંખી” કે પછી પન્નાલાલ પટેલની “ખરી મા” માં ડુબેલી હોઉં. કવિતાઓ કે પ્રશ્નોના જવાબ ક્યારેય ગોખવા નહોતા પડતા.
આમતો બાળક ૫ વર્ષે લખવાનુ શરુ કરે પણ મેં લખવાની (અલબત્ત કવિતા લખવાની 🙂 ) શરુવાત ૧૨ વર્ષે કરી. મમ્મી એક શિક્ષિકા એટલે વેકેશનમાં દરરોજ કંઇક નવુ નવુ વાંચવા પ્રેરે. ફુલવાડી, ઝગમગ, ચંપક… વાંચવા ગમતા. રાત્રે મમ્મી પાસેથી જુદી જુદી વારતા સાંભળવા મળતી. એટલે સતત ગુજરાતી ભાષા આસપાસ ફર્યા કરતી. અને એ પરિસ્થિતિ મને લખવા તરફ લઇ ગઇ. અને શાળા દર્મ્યાન મને માર્ગદર્શન આપતા રહ્યા મારા ગુજરાતીના શિક્ષકો – ખાસ તો ભગવતભાઇ ત્રિવેદી અને કોકીલાબેન પટેલ.
વ્યવસાયે એક સોફ્ટવેર ઇંજીનીયર છું અને સાથે સાથે એક સોફ્ટ કોર્નર રહ્યો છે મારી ગુજરાતી ભાષા માટે. માઉસ ક્લિક કરતા કરતા જો કોઇ વિચાર ક્લિક થાય તો તેને કાગળ પર ઉતારી લઉ છું.
કવિતા લખવી એટલે મારા માટે ભીતરમાં કંઇક ઉગવું – ખીલવું – પ્રસરવું, અને આજથી એ પ્રક્રિયામાં દરેક વાચક જોડાય છે અને હું વાચકની સાથે.
કવિતા લખવી એટલે મારા માટે ભીતરમાં કંઇક ઉગવું – ખીલવું – પ્રસરવું, અને આજથી એ પ્રક્રિયામાં દરેક વાચક જોડાય છે અને હું વાચકની સાથે.
વાહ………………………….
so nice@
આજે પહેલી વખત તમારો બ્લોગ જોયો. મજાનો છે. કવિતાઓ પણ સરસ છે.
મઝા આવી ગઇ…..!!!
ખુબ સુંદર પરિચય આપે લખ્યો છે.ગુજરાતી સાહિત્યમાં આપ વધુને વધુ આગળ વધો………..એવી શુભેચ્છાઓ સાથે……
ખુબ સુંદર સાઈટ બનાવી છે હિરલબેન. સુંદર પરિચય આપે લખ્યો છે.ગુજરાતી સાહિત્યમાં આપ વધુને વધુ આગળ વધો………..એવી શુભેચ્છાઓ
i like your peoms,,
Thanks
krushnavadan acharya
આપનો ગુજરતી સાહિત્ય પ્રત્યે નો આટ્લો પ્રેમ જોઇ ને આપને હુઁ એક ગુજરાતી તરીકે બિરદાવુઁ છુઁ
ખુબ સરસ્
અદ્ભુત રચનાઓ…
Nice journey