Skip to content

ટપાલી

[આજે અહીં મેં જે કઇ મુક્યુ છે તે ન તો કવિતા છે, ન તો ગઝલ, ન ગીત. મને ખુદને ખબર નથી કે આનો સમાવેશ સાહિત્યના કયા સ્વરુપમાં હોઇ શકે. બસ જે કંઇ માર અંતરમાંથી આવ્યુ છે તેને શબ્દોના પહેરણથી શણગાર્યુ છે.]

[૧]
ટપાલીની વ્યાખ્યા
અસ્પષ્ટ થઇ જશે
નવી પેઢી માટે
જો,
આપણી વચ્ચે પત્રવ્યવહાર નહિ થાય તો……!!!

[૨]

ટપાલી આપી ગયો
ખાલી પરબિડિયું
પણ
લાગણીથી છલોછલ….!!!

[૩]

શબ્દોના ટપાલીને મળતુ નથી,
લાગણીના ઘરનું સરનામું…!!

[૪]

ખોવાઇ ગયો છે
ટપાલીનો
‘ટપાલ’ નામનો ટહુકો..!!

Published inમૉનો-ઇમેજ કાવ્યો

22 Comments

 1. bhav patel bhav patel

  આવા કાવ્યોને મોનો-ઈમેજ કહેવાય છે,#૨ અને #૩ કેવળ
  પુનરાવર્તન છે.માત્ર #૧ જ સારો ભાગ છે. એ એક જ રહે અને બાકી બધું નીકળી જાય તો #૧ બહું સરસ મીનીમાલિસ્ટિક
  કાવ્ય થઈ જાય.આખા કાવ્યનો એ બળકટ ભાગ છે.અસ્તુ.

 2. bhav patel bhav patel

  અને મોનો-ઈમેજ કહેવાય.અને બાકીની કોમેન્ટ રદ કરવા બદલ આભાર.

 3. સરસ હિરલ… ખરેખર સુંદર રીતે અને નવી વાત રજૂ કરી !!

  શબ્દોના ટપાલીને,
  મળતું નથી,
  લાગણીના ઘરનું સરનામું…!!

  આ રીતે લખીએ તો ?!

  આ પ્રકારને મૉનો-ઇમેજ કે પ્રતિક કાવ્ય કહેવામાં આવે છે. મધુ કોઠારીએ આ પ્રકારમાં ઊંડું ખેડાણ કર્યું છે.

  http://webmehfil.com/?cat=91

  પંકજ ત્રિવેદી અને રાજેન્દ્ર પટેલ તો એક પુસ્તક અનુક્રમે મત્સ્યકાવ્યો અને કબૂતર કાવ્યોનું પ્રકાશિત કરવાનાં છે.

 4. પહેલિ વાર સાઈતટ પર અચાનક જ ચડી આવ્યો ચ્હુ, પન બહુ ગમ્યુ…મારા લિસ્ટ માં એક નવો ઉમેરો થયો…….very nic esite…………really like……….female poet bahu ochhiu hoy che…

 5. preetam lakhlani preetam lakhlani

  આજે કોની ટપાલ આવી છે કે પતગિયુ ફુલ મુકીને mail box
  પર થનગનતુ બેઠુ છે.(૨) માછલી એ બીજુ કઇ નથી પણ પવતે દીકરી નદિના સુખ દુઃખ જાણવા દરિયાને લખેલા પરબીડિયા છે! આ કોણ માનસે?

 6. preetam lakhlani preetam lakhlani

  આજે કોની ટપાલ આવી છે કે પતગિયુ ફુલ મુકીને mail box
  પર થનગનતુ બેઠુ છે.(૨) માછલી એ બીજુ કઇ નથી પણ પવતે દીકરી નદિના સુખ દુઃખ જાણવા દરિયાને લખેલા પરબીડિયા છે! આ કોણ માનસે?

 7. bhav patel bhav patel

  હિરલ તમારી એ-મેલ મલી છે અને મારી પહેલી લખેલી કોમેન્ટ જોઇ નહી તેથ બીજી પોસ્ટ કરી હતી. મનદૂખ માટે
  sorry.ફરી મળીશુ. આભાર.

 8. preetam lakhlani preetam lakhlani

  કવિતા વાંચતા એક હાયકુ લખાય ગયુ….
  સુખ દુઃખનો, લઈ થેલો ટપાલી, ફ્ર્રતો ગામ્…..

 9. preetam lakhlani preetam lakhlani

  ભાઈ ભાવ પટૅલ્ , તને તો ખબર છે મારા ભાઈ, લખતા લહિયો થાય્, કારણ વગર તુ ખોટી સાચી Comment’s, લખીને યુવાન આશાવાદી ક્વયિત્રને હેરાન ન કર્……. .

 10. nayan panchal nayan panchal

  ખૂબ સુંદર રચનાઓ, પ્લીઝ વધુ ને વધુ લખતા રહેશો…

  નયન

  પહેલા તો ટપાલી પણ જાદુગરથી કમ ન્હોતો,
  ખબર નહીં શું કાઢશે એના થેલામાંથી,
  પત્ર, પરબિડીયું કે પોસ્ટકાર્ડ,
  આજકાલ તો ફોન, કોમ્પ્યુટર અને મોબાઈલ
  બની ગયા છે ઈ-ટપાલીઓ…..

  ————————————–

  ટપાલી જુએ છે તેના ખાલી થેલાને,
  બાળક પૂછે છે માતાને કે પેલા ખાખી કપડાવાળા કાકા કોણ છે?

 11. ચલો મારુ લખેલું વ્યર્થ નથી જતું એ તો નક્કી થઇ ગયું. મારા મોનો-ઇમેજ કાવ્યો પરથી ઘણા લોકોએ લખ્યું, મને ગમ્યું.

  ટપાલી આવતો તે ગમ્તું પણ હવે પોસ્ટ બોક્સ કરાવી દીધા પછી ટપાલી ઘર સુધી આવતો જ નથી. ખુબ અગત્યના ટપાલ કુરીયરથી આવી જાય. અને સાવ હાથવગા થઇ ગયા છે મોબાઇલ અને ઇ-મેઇલ. એટલે ટપાલી શબ્દ હવે નવો-સવો લાગે છે.

  ટપાલ જો પરબિડિયામાં હોય તો પરબિડિયું ઉંચું કરી કાગળ ન ફાટે તેમ પરબિડિયાને ખોલવામાં જે મજા આવતી તે અદ્રશ્ય થઇ ગઇ.

 12. preetam lakhlani preetam lakhlani

  એક બીજુ હાયકુ
  ટપાલી લાવ્યો,
  તારો પ્રત્ર્, આંગણે
  આવી વસત!

 13. સરસ રચનાઓ.

  મારા પિતા પોષ્ટ માસ્તર હતા અને ત્યારે ક્યારેક લાગતું કે પોષ્ટમાસ્તર કરતાં ય ટપાલીની કિમંત વધુ હતી.
  આજે તો ઈ મેઈલ,એસએમએસ, અને ફોનથી ટપાલી ભુલાય રહ્યો છે એટલું જ નહિ પણ અહિં અમેરિકામાં તો એની નોકરી પણ જોખમમાં મુકાય ગઈ છે અને અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વાર ટપાલીઓને લે-ઑફ મળવાના ભણકારા વાગી રહ્યા છે!

  મને પણ યાદ નથી કે મેં ક્યારે છેલ્લો પત્ર લખેલ.

  પત્ર લખવાની એક કળા હતી તે એસએમએસે છીનવી લીધી છે. અને જુઓને આપે પણ નાના કાવ્યો જ લખ્યા એ પણ જાણે એસએમએસની ભાષામાં!

  ચાલો હજુ ય ટપાલી કોઈકને તો યાદ છે. મારે બંધ કરવું પડશે

  મારી વાઈફનો એસએમએસ છે: ILU…

  ને મારે લાંબો જવાબ આપવાનો છે. જે હું આખી જિંદગી આપતો આવ્યો છું તો ય એને સમજાતો નથી. અને મારાથી સમજાવાતો નથી!

 14. Kajal Kajal

  🙂

 15. like to read ur poem on my site… !!

  very happy diwali 🙂

 16. Milind Gadhavi Milind Gadhavi

  ખોવાઇ ગયો છે
  ટપાલીનો
  ‘ટપાલ’ નામનો ટહુકો..!!

  સરસ; જો કે ‘ટપાલીનો’ શબ્દ નિવારી શકાયો હોત..
  સાઈટ ખૂબ સરસ છે.. અભિનંદન…
  ટપાલીની વાત આવે એટલે હેમેન ખનો એક શેર અચૂક યાદ આવે છે –
  બોલ નહિ તું આટલો ગદગદ થઇ
  આ તને શોભે નહીં કાસદ થઇ

 17. Neel Neel

  like your honest poet so much

 18. વાસંતીફૂલ,

  વાહ!!! ખુબ સરસ…

  આ જે પણ છે, તેને હું લાગણીનો ઉભરો કહિશ 🙂

 19. Rana Babu Rana Babu

  મારા પપ્પા ટપાલી હતા….આમોદ તાલુકા ના ચાર ..પાચં ગામ માં ટપાલ આપવા જતા.., ફળિયા મા જઈ જે ની ટપાલ હોય તેના નામ ની જોર થી બુમ પડતા…જેમની ટપાલ હોય તે ઘર ના વાડા માં હોય તો પણ દોડી ને બાહર આવે.તેમના માટે મારા પપ્પા ની બુમ ને કોયલ ના ટહુકા મા કોઇ ફરક નહિ હોઇ. તેમને તે બુમ ટહુકા જેટલી જ Sweet લાગતી હશે.કયારેક હુ પણ તેમની જગ્યા એ નોકરી જતો ..પણ તેમની જેમ બુમ ના પાડી શક્તો.
  ખરેખર… ટપાલી નુ પાત્ર સમાજ જોડે ખુબ સંવેદના થી જોડાયેલુ હોય છે. આજે ૮૨ વષે પણ પપ્પા ને ગામડા નાં બધા લોકો યાદ કરે છે.

  Really I Proud of my Father…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!