પિયુ છે મારો પરદેશ
કર્યો મેં સુવાસ હારે સંદેશ
લખજો જરા
તમે ક્યારે આવશો દેશ?
ઘરની દિવાલો એકલી-એકલી
ને ચીથરે હાલ થ’ગ્યા મારા વેશ
લીમડો વારે વારે હલબલી ઉઠે
ને ભાંભર્યા-સાંભર્યા કરતી ભેંશ
પાઘડી જોઇ ને તારી
આંખ્યુંમાં ફૂટતી આંસુની ટેશ
સંભાળજો ને સંભારજો
લખજો જરા ક્યારે આવશો દેશ…!
શ્રેણી: અછાંદસ કાવ્યો

Hey Hiral, very nice one !!!!!
Just suitable to me as me and my husband are away from each other for a week and will not be together on our marriage anniversary…..
Well, its nice one
But, background imagination doesn’t go with today’…….
BUt indeed its nice one…. making us remember old golden days with lovey heart…. for which we have heard in stories only!
સરસ ભાવવાહી રચના
Really Nice,
Gamda ma raheva vala ne khubaj saras rite lagu pade,Saher vala su jane a Bhavana emana mate avu vicharvano time malej kyathi——–City ma rahevavala chhe ne Bhaio !!!!!!!!!!!
પ્રશ્નો નો તો રહેવાના જ્. સુખિ લોકો ને પ્રશ્ન થાય કે શુ કરિયે તો ભુખ લાગે… અને દુખિ લોકો નો પ્રશ્ન્ છે ભુખ તો લાગે છે, પણ શુ કરિયે ?
અમારો ચાલુ રહ્યો પ્રવાસ!
ગણ્યા વિસામા જેને એ તો હતો માત્ર આભાસ!
રણ જેવા આ મનમાં
લીલા વન શાં તમને સાથે લીધા,
તમે પાઓ છો તેથી તો
મેં છતે જાણતે મૃગજળ પીધાં.
હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ?
અમારો ચાલુ રહ્યો પ્રવાસ.
જે પગલાંમાં કેડી દેખી
દૂર દૂરની મજલ પલાણી;
પાછા વળનારાની પણ છે
એ જ નિશાની, આખર જાણી!
હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ!
અમારો ચાલુ રહ્યો પ્રવાસ!
ખુબ જ સરસ….
મારી પત્ની પણ સોમથી શુક્ર આવુ જ કૈક અનુભવે છે.
Nice one dear…
ખુબજ સરસ