Skip to content

બરફનું ચોસલું

૧. બરફનું આ ચોસલું
આપણા સંબંધ જેવું
સાવ ઠરી ગયેલું,
થીજી ગયેલું!

૨. આપણો સંબંધ
બરફના ચોસલા જેવો
ઠંડક આપતો.

૩. હું
ઓગળતી રહું તારામાં
બરફના ચોસલાની જેમ!

૪. ઓળગતું બરફનું ચોસલું
ધીમે-ધીમે ઓગળતી
જિંદગી.

૫. બરફના ચોસલાની જેમ
થીજી ગયેલી
તારા વગરની સાંજ.

૬. બરફનું ચોસલું બની ગયેલી
લાગણી પીગળે
એની રાહમાં
બરફ બની ગયેલી હું.

૭ તારો ગુસ્સો
પીગળે બરફના ચોસલાની જેમ
મારાં હુંફાળા સ્મિતથી.

૮. મજૂરના દિકરાના હાથમાં
ક્યાંકથી આવ્યું
બરફના ચોસલા જેવું સુખ.

Published inમનો-ઈમેજ કાવ્યો

2 Comments

  1. મયુરિકા લેઉવા-બેંકર મયુરિકા લેઉવા-બેંકર

    ૬ અને ૭ મસ્ત…

  2. Manoj Manoj

    Bhuja sarase

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!