ઘંટડીના રણકાર આરતીનું અજવાળું મંત્રોના ઉચ્ચાર ને એમાં ભળી જતો ભીડનો કોલાહલ બધું જ શમી ગયા પછી પવન સ્થિર સમય સ્થિર મન સ્થિર બસ ધીમે ધીમે ડોલતો જાય શ્રધ્ધાથી તરતો મુકેલો એક દીવો!
એક કવયિત્રી
ઘંટડીના રણકાર આરતીનું અજવાળું મંત્રોના ઉચ્ચાર ને એમાં ભળી જતો ભીડનો કોલાહલ બધું જ શમી ગયા પછી પવન સ્થિર સમય સ્થિર મન સ્થિર બસ ધીમે ધીમે ડોલતો જાય શ્રધ્ધાથી તરતો મુકેલો એક દીવો!
સુઘડ લેંઘો-ઝભ્ભો, ઓળેલા પણ સાવ સફેદ વાળ, પાતળી પડી ગયેલી કરચયાળી ગોરી ચામડી, ગોલ્ડન ફ્રેમના ચશ્મા ને હાથમાં છાપું. દરરોજના નિત્યક્રમ પ્રમાણે હિંચકે ગોઠવાયા ને પપ્પાએ બૂમ પાડી… “સવિતા, ચા બની ગઈ?” હું ચા લઈને આવી તો પપ્પા છોભીલા પડી ગયા. “સવિતા તો..” શબ્દો ગળામાં ડૂમો બનીને અટકી ગયા. સવાર…