Skip to content

ત્રિપુંડ

બેટા જૈત્ર,

દિવાળી વખતે માળિયું સાફ કરતાં જૂનું દફતર, જૂની ગોદડીઓ, હિંચકો જે બધું તારી બળપણની યાદગીરી રુપે સાચવી રાખ્યું છે તે મળ્યું. ખાસ્સી ધૂળ ચડી ગયેલી. પણ મારી આંખ સામે તો એકદમ ચોખ્ખું બાળપણ તરવરવા લાગ્યું. પહેલીવાર ગોઠણિયા ભરતો થયો તો એ, બોલતાં શીખ્યો એ, ખાતાં શીખ્યો એ બધું જ.

તું જેમ જેમ મોટો થતો જાય છે એમ લાગ્યા કરે છે કે સમયને રીવાઈન્ડ કરી શકાય તો કેટલું સારું. હું ફરી એ સમયને જીવવા માંગુ છું. તારા માટે જે નથી કરી શકી એ કરી શકવાનો મને ફરી અવસર મળી જાય. તું પણ તારા સમયને આનંદથી જીવી લેજે. કારણકે વહી ગયેલો સમય પાછો આવતો નથી.

લાગે છે કે તારા સ્કેટિંગ પર બેસીને સમય ઘણો આગળ નીકળી ગયો છે. હવે તું જાતે સાઈકલ લઈને નજીકની દુકાનમાં દહીં લેવા જાય છે. તને જોઉં છું ત્યારે મને ફ્રોક પહેરીને, ડોલચું લઈને, ઠેકડા મારતી પચ્ચીસ પૈસાનું દહીં લેવા જતી હું દેખાઉં છું. હું બલ્કનીમાં ઊભા ઊભા તારા પાછા આવવાની રાહ જોઉં છું. ધીમે-ધીમે સાઈકલની જગ્યા બાઈક અને બાઈકની જગ્યા કાર લઈ લેશે. બસ, રાહ જોનાર હું કે કારણ નહિ બદલાય.

તું આવ્યો એ દિવસે શિવના મસ્તક પરનું ત્રિપુંડ અને આપણું પરિવાર પૂર્ણ થયું હોય એમ લાગ્યું!

બસ, તું હસતો, હસાવતો અને આનંદમય થઈને સુખેથી જીવે એવી તારા જન્મદિવસે શુભેચ્છાઓ.

Published inબાળક એક ગીત

5 Comments

  1. Ankita Ankita

    ખરેખર બાળક ક્યારે મોટું થઈ થાય છે ખબર જ નથી પાડતી. બહુ જ સરસ સ્ટોરી ….

  2. Beautiful wishes from a lovely mother 💖
    Jaitra is already blessed with a mom like you still may God fulfill all his aspirations! 🍫😍🍰

  3. Tejal Thakkar Tejal Thakkar

    Awesome ❤️

  4. Vaishali Radia Vaishali Radia

    જૈત્રને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ!
    નરી લાગણીભરી વાત એક માની જેમાં ક્યાંય દંભ ન હોય. મેં ઘણાં વર્ષો સુધી મારા દીકરાની આવી વાતોની ફોટા અને તારીખ સાથેની એકએક નાની ઘટનાઓની ડાયરી રાખી છે. ખજાનો લાગે એ મને ને ફરીફરીને વાંચતી રહું ને એ બચપણ નજરમાં તરવરે એ જીવી લઉં.
    ફરી ખૂબ શુભેચ્છાઓ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!