વાંચન સમય: < 1 મિનિટમારા હ્રદયમાં ઉપર ને ડાબી તરફપાડ્યો છેએક હાંસિયોને વચ્ચે ની જગ્યામાંરચ્યા કરુ છુંલાગણીઓની કવિતાછાંદસ – અછાંદસગઝલ ને શેર આમ તો હાંસિયોએટલે છોડી દીધેલી જગ્યાપણમારા માટેઅગત્યના મુદ્દા ટપકાવવાની જગ્યાને એક દિવસહું રચીશમારા જીવનનીસૌથી સુંદર કવિતાને ટપકાવીશ એ હાંસિયામાં!
