વાંચન સમય: < 1 મિનિટચીવટથી સાચવી રાખેલાશર્ટનું બટન તૂટ્યુંસવારે ઘરના કામમાં ડૂબેલી આંખોતારી આંખોમાં સ્થિર થઈતારી આંખોમાં દેખાયુંમને તારું આખ્ખુ વિશ્વબટન ટાંકતાં-ટાંકતાંમે મારું હ્રદય સીવી લીધું તારા હ્રદય સાથેતારા હોઠ તો ક્યારના’ય સીવાઈ ગયા’તા! તા.ક. – શર્ટનું બટન -૧ માટે અહીં ક્લિક કરો
Category: અછાંદસ કાવ્યો
મમ્મી
વાંચન સમય: < 1 મિનિટતું મને હજીયે યાદ આવે છે રંગોળીના રંગમાં,તારા શણગારેલા કોડિયામાંકરેલા દીવાની જ્યોતમાં,શીતળા સાતમે માથાબોળ નાહ્તા,રસોઇ બનાવતાએમાં મસાલા નાખતાં,પાણિયારે માટલું વિછળતા,સાડી પહેરીને તૈયાર થતા,હારી જવાની ક્ષણેબમણી શક્તિથી ઝઝૂમતા, દરેક ક્ષણે,તું મને હજીયે યાદ આવે છે.મારા મમ્મી બની ગયા પછી પણ!
શર્ટનુ બટન
વાંચન સમય: < 1 મિનિટઆજેતારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતામારો ભૂતકાળ ઉકેલ્યોએમાંથીમળ્યુંથોડુ રફુ થયેલું ભૂરું સ્કર્ટ,મારી શાળા,શાળામાં ન કરેલાતોફાનોનો અફસોસ,ને ફરી સાધુ વર્તમાન સાથેતોતારા પપ્પાના શર્ટનુંએક પણ બટનઆટલા વર્ષોમાં તુટ્યું નથી.
