Skip to content
X
વાસંતીફૂલ વાસંતીફૂલ
  • મુખપૃષ્ઠ
  • સાઇટ વિશે
  • મારો પરિચય
  • પુસ્તકો
  • સંપર્ક કરો
વાસંતીફૂલ વાસંતીફૂલ

ફીંગર પ્રીન્ટ

Posted on 16/05/200924/03/2026 by vasantiful

વાંચન સમય: < 1 મિનિટસવારે બાગમાંફરતાં-ફરતાં,એક લાલ ગુલાબ પર,મને ઝાકળના ફીંગર પ્રીન્ટ મળ્યા !જાણે,તમારું આવવું,ને પગલાંની છાપ છોડી જવું !ને પછી કદી ન મળવું…!!!  (પ્રકાશિત : રીડગુજરાતી- ૧૯, માર્ચ ૨૦૦૬)

+

મૌન રેખા

Posted on 08/05/200924/03/2026 by vasantiful

વાંચન સમય: < 1 મિનિટમૌનની એક સમાંતર રેખાખેંચાઇ ગઇ આપણી વચ્ચે, તેં કે મેં કોણે ખેંચી નથી ખબર,છતાં ખેંચાઇ રહી આગળ આગળગુંગળામણ ગભરામણ થઇ રહી અંદર અંદરડરને અવિશ્વાસ પણ વધી રહ્યો છે,છતાં વિશ્વાસ છે,મથામણ કરવા છતાં મનને ન મનાવી શકીશું કરવું શું ન કરવું નક્કી ન કરી શકી, મેં કર્યો એક પ્રયત્નહવે તું કર એક પ્રયત્નએ મૌનની રેખા સમાંતર…

+

કેક

Posted on 05/05/200924/03/2026 by vasantiful

વાંચન સમય: < 1 મિનિટજન્મદિવસ પરકેક કાપતાં-કાપતાંજિંદગીનું એક વર્ષ કપાય છે. પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છેને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે. કેકની મીઠાશ માણ્યા પછીજિંદગીની કડવાશ ઉભરાય છે.આમ જ જિંદગી પૂરી થાય છે!! (પ્રકાશિત – કવિલોક, લયત્સરો)

+

મા-બાપ

Posted on 05/05/200924/03/2026 by vasantiful

વાંચન સમય: < 1 મિનિટજિંદગીનો ભાર ઢસડી ઢસડીનેમનથી બેવડ વળી ચુકેલા,તોય ખુશીથી અમને રાખતા. કણીઓ પડેલી હથેળીએને બરછટ બનેલા હાથ,તોય કોળિયો અમને ભરાવતા. ઘા ભલે હોય હજારતોય વ્હાલ અમને કરતા. એક-એક ચિંતાની કરચલીઓચહેરા પરથી છુપાવીને,હાસ્ય અમને અર્પતા. મજલોનુ અંતર કાપી કાપીનેઅમને મંઝિલે પહોંચાડતા. રાખીએ છીએ અમે એમને હ્ર્દયમાંને ઘરમાં રાખીશું ભવિષ્યમાં,નહિ પડે જરુર લાકડીનીસહારો અમે ખુદ બનશું એમના!!! (પ્રકાશિત…

+
  • Previous
  • 1
  • …
  • 17
  • 18
  • 19
  • 20
  • Facebook
  • Instagram
  • LinkedIn
  • Medium
  • YouTube

વાસંતીફૂલની પોસ્ટ માટે અહીં ઈ-મેઈલ સબસ્ક્રાઈબ કરો

તમારું સબસ્ક્રિપ્શન કનફર્મ કરવા ઈનબોક્સ કે સ્પામ ફોલ્ડર જોવાનું ચૂકશો નહીં.

  • અછાંદસ કાવ્યો
  • બાળક એક ગીત
  • મૉનો-ઇમેજ કાવ્યો
  • લેખ
  • વાર્તાનું આકાશ
  • Facebook
  • Instagram
  • Linkedin
  • Medium
  • YouTube
©2008 - 2026 - Hiral Vyas "વાસંતીફૂલ"