વાંચન સમય: < 1 મિનિટતું મને હજીયે યાદ આવે છે રંગોળીના રંગમાં,તારા શણગારેલા કોડિયામાંકરેલા દીવાની જ્યોતમાં,શીતળા સાતમે માથાબોળ નાહ્તા,રસોઇ બનાવતાએમાં મસાલા નાખતાં,પાણિયારે માટલું વિછળતા,સાડી પહેરીને તૈયાર થતા,હારી જવાની ક્ષણેબમણી શક્તિથી ઝઝૂમતા, દરેક ક્ષણે,તું મને હજીયે યાદ આવે છે.મારા મમ્મી બની ગયા પછી પણ!
બાળક એક ગીત ૨.૧૦
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, તારી સ્કુલ, મારી નોકરી અને ઘર આ બધામાં શબ્દો સાથેની આંગળી વચ્ચે-વચ્ચે છૂટે છે. ને તું જ્યારે જ્યારે મારી આંગળી પકડે છે ત્યારે-ત્યારે શબ્દોની આંગળી આપોઆપ પકડાઇ જાય છે. હું કદાચ ચાઇલ્ડ સાયકોલોજી પર Ph.D. કરુ તો’ય મને લાગે છે કે બાળકના મનનો તાગ મેળવવો અઘરો છે. ક્યારેક તને માર્યા પછી હું રડુ…
શર્ટનુ બટન
વાંચન સમય: < 1 મિનિટઆજેતારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતામારો ભૂતકાળ ઉકેલ્યોએમાંથીમળ્યુંથોડુ રફુ થયેલું ભૂરું સ્કર્ટ,મારી શાળા,શાળામાં ન કરેલાતોફાનોનો અફસોસ,ને ફરી સાધુ વર્તમાન સાથેતોતારા પપ્પાના શર્ટનુંએક પણ બટનઆટલા વર્ષોમાં તુટ્યું નથી.
બાળક એક ગીત ૨.૯
વાંચન સમય: < 1 મિનિટદિકરા જૈત્ર, તારી સ્કુલ ચાલુ થયે ૧૫ દિવસ થઇ ગયા છે. અને હવે તું રડ્યા વગર સ્કુલે જાય છે. શરુવાતના દિવસો તારે માટે અને મારે માટે પણ બહુ અઘરા હતા. તું ક્લાસમાં બેઠો-બેઠો રડતો હોઇશ કે ચૂપ થઇ ગયો હોઇશ એ જ વિચાર મને બહાર બેઠા-બેઠા આવતો. તને તો એમ જ છે કે મમ્મી તારી…
બાળક એક ગીત – ૨.૮
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, બસ હવે ચાર દિવસ પછી તારી જીંદગીનો નવો પડાવ શરુ થઇ રહ્યો છે. જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાનો અને જ્ઞાનથી તરબતર થઇ જવાનો. તારે સ્કૂલના પગથિયાં ચડતાં-ચડતાં જીઁદગીના એક-એક પગથિયા ચડવાના છે અને એમ ચડતાં-ચડતાં લપસી જવાય કે પડી પણ જવાય તો તને પકડવા અમે તો છીએ જ. હમણાં જ મેઁ એક advertisement જોઇ…
