Skip to content

Tag: અપ્રકાશિત કાવ્યો

શર્ટનુ બટન

આજે તારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતા મારો ભૂતકાળ ઉકેલ્યો એમાંથી મળ્યું થોડુ રફુ થયેલું ભૂરું સ્કર્ટ, મારી શાળા, શાળામાં ન કરેલા તોફાનોનો અફસોસ, ને ફરી સાધુ વર્તમાન સાથે તો તારા પપ્પાના શર્ટનું એક પણ બટન આટલા વર્ષોમાં તુટ્યું નથી.

મેઘધનુષ્ય

પીળી ડીમ લાઇટ ભૂરી પાવરસેવર લાઇટ લાલ ચાર્જરની લાઇટ લીલી એ.સીની લાઇટ અને મારા સપનાઓના થોડા રંગ ને રચા’ય આખ્ખું મેઘધનુષ્ય મારી સામે!

error: Content is protected !!