વાંચન સમય: 3 મિનિટગઈકાલે જ્યાં મોટામોટા લોકોની ચહલ પહલ હતી ત્યાં આજે ‘ક્રાઈમ સીન, ડુ નોટ ક્રોસ’ની પીળા રંગની મોટી પટ્ટી લાગાવેલી હતી. ઘરમાં ફોરેન્સિક ટીમ અને પોલીસની અવર જવર હતી. પલંગ પરની ચાદર લોહીથી ખરડાયેલી હતી. રુમની વસ્તુઓ વીખરાયેલી હતી. કબાટ મગરના મોઢાંની જેમ ખુલ્લાં પડ્યા હતાં. જ્યાંથી સુમંતરાયની લાશ મળી હતી તે જગ્યાને માર્ક કરીને રખાયેલી…
Tag: વાર્તા
છેલ્લો કશ
વાંચન સમય: 4 મિનિટસવજી ચા પીવા બેઠો. ચા રકાબીમાં કાઢીને મોઢે માંડવા જાય, ત્યાં તો ખાંસીનો એકધાર્યો હુમલો આવ્યો. રકાબીની અડધી ચા ખમીસ પર ને અડધી જમીન પર ઢોળાઈ ગઈ. ખાંસીખાસીને આંખોમાં પાણી ધસી આવ્યું. રાધા ફટાક કરતી ઊભી થઈ, પાણી લઈ આવી. પણ સવજીની ખાંસી હજી અટકી ન્હોતી. “તમે દાક્તરને બતાવી દો. આ ખાંસી બઉ દિ’થી છ.”,…
રીયુનિયન
વાંચન સમય: 3 મિનિટકોલેજનું કેમ્પસ આજે શણગારેલું હતું. વીસ વર્ષ પછી કોલેજની પહેલી બેચ એ જ કોલેજમાં ફરી મળવાની હતી. વર્ષો પછી સોશિયલ મિડિયાથી ભેગા થયેલા બધા હવે સદેહે મળવાના હતા. કોલેજના એ ખાટા-મીઠા સંસ્મરણો મમળાવવાના હતા! વિદેશમાં સ્થાયી થયેલા, સંજોગો વસાત ન આવી શકેલા વિદ્યાર્થીઓ ‘ફેસબુક લાઈવ’નો લાભ લઈ શકે એ માટે એક લેપટોપ અને કેમેરાની વ્યવસ્થા…
માળો
વાંચન સમય: 3 મિનિટઘરમાંથી બા-બાપુજીના ફોટા ઉતાર્યાં. બાપુના ફોટામાં એનો ચહેરો પ્રતિબિંબિત થયો, જાણે આબેહુબ બાપુજી. પરિસ્થિતિએ એને પણ બાપુજીની જગ્યાએ લાવીને મૂકી દીધો આજે. ફોટાને બેગમાં મૂક્યાં. ગામના ઘરમાં દિવાલ પર ખીલી મારી, લાકડાની પટ્ટી પર ત્રાંસા રહે એમ તારથી બાંધેલા ફોટા જોતો ત્યારે એમ લાગતું કે જાણે હમાણાં આવીને બા-બાપુજી એને ભેટી પડશે. એ જગ્યાએ પહેલાં…
કદર
વાંચન સમય: 3 મિનિટસુઘડ લેંઘો-ઝભ્ભો, ઓળેલા પણ સાવ સફેદ વાળ, પાતળી પડી ગયેલી કરચયાળી ગોરી ચામડી, ગોલ્ડન ફ્રેમના ચશ્મા ને હાથમાં છાપું. દરરોજના નિત્યક્રમ પ્રમાણે હિંચકે ગોઠવાયા ને પપ્પાએ બૂમ પાડી… “સવિતા, ચા બની ગઈ?” હું ચા લઈને આવી તો પપ્પા છોભીલા પડી ગયા. “સવિતા તો..” શબ્દો ગળામાં ડૂમો બનીને અટકી ગયા. સવાર ક્ષુબ્ધ અને ગંભીર બની ગઈ….
