વાંચન સમય: < 1 મિનિટહું ને તુંપાસે છીએછતાં,સાથે નથીછે આપણી વચ્ચેએક માત્ર બારીજેમાંથી આપણેએકમેકને જોઇએ છીએ“કેમ છો?” પૂછી શકીએ છીએહુંસતત મથુ છુંએ દિવાલમાં બારણું બનાવવાનેબાકોરું’ય નથી પડતું…!!!!
Tag: વાસંતીફૂલ
ટપાલી
વાંચન સમય: < 1 મિનિટ[આજે અહીં મેં જે કઇ મુક્યુ છે તે ન તો કવિતા છે, ન તો ગઝલ, ન ગીત. મને ખુદને ખબર નથી કે આનો સમાવેશ સાહિત્યના કયા સ્વરુપમાં હોઇ શકે. બસ જે કંઇ માર અંતરમાંથી આવ્યુ છે તેને શબ્દોના પહેરણથી શણગાર્યુ છે.] [૧]ટપાલીની વ્યાખ્યાઅસ્પષ્ટ થઇ જશેનવી પેઢી માટેજો,આપણી વચ્ચે પત્રવ્યવહાર નહિ થાય તો……!!! [૨] ટપાલી આપી…
ઓફિસ
વાંચન સમય: < 1 મિનિટફાઇલમાંસાબિતી સ્વરુપેફાઇલ થયેલી મારી લાગણીઓને સ્ટેમ્પનીસાથે ઉઠતી મારી છાપટાંકણીઓની વેદનાને જવાબદારીઓનું પેપરવેઇટ જેટલું વેઇટરજીસ્ટર વચ્ચે ખોવાઇ ગયેલી આંખોને સતત રણકતા ફોન પરલટકતા મારા કાનહા-ના, છે-નથી જેવાપુંછ્ડી વગરના શબ્દોને લાગણીઓ વગરના સંબંધો ન રજા ન આરામબસ ઢગલો કામ-કામ ને કામ! [પ્રકાશિત : કવિ – જૂન ૨૦૦૪]
તે જ ક્ષણથી
વાંચન સમય: < 1 મિનિટપહેલાંહું માના ખોળામાં માથું મુકતી,તે હાથ ફેરવતી પ્રેમથીનેહું શાંતિથી સૂઇ જતી. હવે મને સમય નથી મળતોકલાકો સુધીકોમ્પ્યુટરની આંખોમાં આખોં પરોવીપ્રેમાલાપ કરુ છુંને થાકી જાઉં છું ત્યારેકી-બોર્ડની છાતી પરમાથું મૂકીને સૂઇ જાઉ છું; ને અચાનકએલાર્મ રણકી ઉઠે છે,થાય છેકે એને ચાવી આપવાનું જબંધ કરી દઉં?? [પ્રકાશિત : કવિલોક – માર્ચ-એપ્રિલ ૨૦૦૭]
