વાંચન સમય: < 1 મિનિટતું મને હજીયે યાદ આવે છે રંગોળીના રંગમાં,તારા શણગારેલા કોડિયામાંકરેલા દીવાની જ્યોતમાં,શીતળા સાતમે માથાબોળ નાહ્તા,રસોઇ બનાવતાએમાં મસાલા નાખતાં,પાણિયારે માટલું વિછળતા,સાડી પહેરીને તૈયાર થતા,હારી જવાની ક્ષણેબમણી શક્તિથી ઝઝૂમતા, દરેક ક્ષણે,તું મને હજીયે યાદ આવે છે.મારા મમ્મી બની ગયા પછી પણ!
Tag: અપ્રકાશિત કાવ્યો
શર્ટનુ બટન
વાંચન સમય: < 1 મિનિટઆજેતારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતામારો ભૂતકાળ ઉકેલ્યોએમાંથીમળ્યુંથોડુ રફુ થયેલું ભૂરું સ્કર્ટ,મારી શાળા,શાળામાં ન કરેલાતોફાનોનો અફસોસ,ને ફરી સાધુ વર્તમાન સાથેતોતારા પપ્પાના શર્ટનુંએક પણ બટનઆટલા વર્ષોમાં તુટ્યું નથી.
એક મોચી
વાંચન સમય: < 1 મિનિટએક મોચીરસ્તાની ધાર પરઉગેલા વૃક્ષ નીચે બેસેસદા’ય હસતો. જોડા સીવતા સીવતાએક સાંધે ત્યાં તેર તૂટેએવા મહિનાને થીંગડા મારતો.તડકામાંથોડું પાણી પીતોએની ખુદ્દરીથીતડકો’ય બીતો. ક્યારેક અંગુઠોને ક્યારેક તળિયું સીવતોપણ,માણસના ખિસ્સાનેકદી’યે ન ફાડતોસદા’ય હસતો. સાંજનું વાળુએ ઘરે જ કરતોએનું આંગણ કિલ્લોલ કરતું.
સેઇફ ડિપોઝિટ વોલ્ટ
વાંચન સમય: < 1 મિનિટસવારેરેતીમાં પડેલાંચકલીના પગલાં જોઉ છું,ને તરતયાદ આવે છેઘરની દરેક વસ્તુ પર પડેલીતારી નાની નાની હથેળીઓની છાપ,એને રુમાલથી ઉંચકુંને મૂકી દઉસેઇફ ડિપોઝિટ વોલ્ટમાં!
