22
Jul
ઇસુ
ખીલા પર
જડ્યા હોય ઇસુને
બસ એમ જ
લટકે છે
ખાટલા ભીંત પર!!!
હું અહીં
કેમેરાની નજરકેદમાં
સળિયે લટકી
બહાર જોતા બાળક જેમ
જોઉ છું વરસાદ
શોધુ છું
મારી કાગળની હોડી
ને કાગડો થઇ ગયેલી છત્રી!
ખીલા પર
જડ્યા હોય ઇસુને
બસ એમ જ
લટકે છે
ખાટલા ભીંત પર!!!