Archive for the ‘મૉનો-ઇમેજ કાવ્યો’ Category
27
Sep
ટપાલી
[આજે અહીં મેં જે કઇ મુક્યુ છે તે ન તો કવિતા છે, ન તો ગઝલ, ન ગીત. મને ખુદને ખબર નથી કે આનો સમાવેશ સાહિત્યના કયા સ્વરુપમાં હોઇ શકે. બસ જે કંઇ માર અંતરમાંથી આવ્યુ છે તેને શબ્દોના પહેરણથી શણગાર્યુ છે.]
[૧]
ટપાલીની વ્યાખ્યા
અસ્પષ્ટ થઇ જશે
નવી પેઢી માટે
જો,
આપણી વચ્ચે પત્રવ્યવહાર નહિ થાય તો……!!!
[૨]
ટપાલી આપી ગયો
ખાલી પરબિડિયું
પણ
લાગણીથી છલોછલ….!!!
[૩]
શબ્દોના ટપાલીને મળતુ નથી,
લાગણીના ઘરનું સરનામું…!!
[૪]
ખોવાઇ ગયો છે
ટપાલીનો
‘ટપાલ’ નામનો ટહુકો..!!
Page 1 of 11

