મૌનની એક સમાંતર રેખા
ખેંચાઇ ગઇ આપની વચ્ચે,
તેં કે મેં કોણે ખેંચી નથી ખબર,
છતાં ખેંચાઇ રહી આગળ આગળ
ગુંગળામણ ગભરામણ થઇ રહી અંદર અંદર
ડરને અવિશ્વાસ પણ વધી રહ્યો છે,
છતાં વિશ્વાસ છે,
મથામણ કરવા છતાં મનને ન મનાવી શકી
શું કરવું શું ન કરવું નક્કી ન કરી શકી,
મેં કર્યો એક પ્રયત્ન
હવે તું કર એક પ્રયત્ન
એ મૌનની રેખા સમાંતર રેખાને છેદવાનો વાણીથી
બસ હવેતો સીમા’ય આવી ગઇ મૌનની
છતાં અહીંથી વાણી શરુ નથી થતી.
કોણ કરશે પહેલ હું કે તું?????
(પ્રકાશિત : સંદેશ – ‘મહેફિલ’ ૧૫, ફેબ્રુઆરી ૨૦૦૦)
Nice one dear… I think its from ur early creation as i have read it from ur dairy… Keep on uploading ur wonderful creation!
સરસ રચના… બીજી પંક્તિમાં એક ટાઈપો રહી ગયો છે: ‘આપની’ની જગ્યાએ ‘આપણી’ હોવું ઘટે.