Skip to content

ચહેરે વસંત


પાનખર છે છતાં
શબ્દોનો ચિક્કાર નશો કરી
ચહેરે વસંત રાખુ છું
વિરહની બળતી-ઝ્ળતી ક્ષણોને
હ્રદયમાં કેદ રાખુ છું

બસ આ વાત
તને જ ફૂલ પુછુ છું
શું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???
કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,
ને ચહેરે વસંત રાખુ છું???

(પ્રકાશિત – કવિ)

Published inઅછાંદસ કાવ્યોપ્રકાશિત કાવ્યો

9 Comments

 1. Kaushik Kaushik

  સગપણ તમે

  હું મને દેખઉં એ દપણ તમે,
  નેઝીલું પ્રતિબિંબ એ સગપણ તમે.
  શબ્દને લય સાંપડે છે એટલે,
  છે ગઝલ-સજન તણું કારણ તમે.
  ફુલ વાસંતી ખીલ્યુ છે બાગમાં,
  મહેકતું આઠે પ્રહર વળગણ તમે.
  આમ્રમાં ટહુકો સતત કૉકિલ તણો,
  ને ધબકતા સ્વાસમાં રણઝણ તમે.
  આશ મીરને ફકત છે એટલી,
  હૉ નયન મારાં અને આંજણ તમે.

  – મીરા આસીફ

 2. kankshit kankshit

  wonderful emotions…

 3. સુંદર રચના…

  એક વાત પૂછવી છે:

  શું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???
  કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,
  ને ચહેરે વસંત રાખુ છું???

  પ્રેમ કરે છે. ડરે છે અને રાખે છે એમ ન આવે? બીજા પુરુષ એકવચનમાં કરું છું, ડરું છું અને રાખું છું શી રીતે આવે?

 4. Tejal Thakkar Tejal Thakkar

  Excellent…..

 5. Bhadra Vadgama Bhadra Vadgama

  Dear Vivek

  This usage is common in Charotar – generally we do say kare chhe, dare chhe, rakhe chhe.

  Or perhaps here, the poet might have taken the liberty to keep the rhyme.
  Bhadra

 6. anu kakadiya anu kakadiya

  it’s to fact poem for evry all who really know about this sation, & it’s really to good for read. EXCELLNT & OOOOOSAM

 7. nayan panchal nayan panchal

  સરસ. ગુજ્જુભાઈ ગમે તેટલી મુશ્કેલીમાં હોય, કોઈ પૂછે કેમ છો તો જવાબ આપશે “મજામાં”.

  સુંદર રચના.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!