હું પગભર છું
ને કાચની ઓફિસમાં
‘રીવોલ્વીંગ’ ચેર પર બેસી
કામ કરુ છું
જરુર પડ્યે
એ જ ‘રીવોલ્વીંગ’ ચેરને
ઢસડી-ઢસડી ને બીજી ડેસ્ક પર જઉ છું
ત્યારે
અચાનક
‘વ્હીલચેર’માં બેઠેલા માણસની અસહાયતા
મારા પગને જકડી લે છે
ને હું
ઉભા થવાનુ ભૂલી જઉ છું.
એક કવયિત્રી
ભર્ત્રુહરિએ કહેલો શ્બ્દ સ્ફોટ એ જ આ કવિતામાં. પ્ંગુતા કેવળ
અનુભુતિમાં જ નથી દ્રશ્યંમાં પણ છે,લાગણીનિ દ્ર્ઢતા ‘મારા પગને જકડી લે છે’માં જડ થાય છે.
Oh! wow!
Too deep….
hey this is very true one..we are just like a tht person who sitting in wheel chair
ખુબ જ સરસ હીરલ…
Awesome Bitter Truth…
Very nice poem. but you should walk not to seat in revolving chair otherwise you will not able to write new poems when you seat long in chair
આવી જ આદત મને પણ છે. હું તો ઘણીવાર વિચારુ છું કે ભગવાને નવજાત શિશુને હવેથી પગમાં પૈંડા ફીટ કરીને મોકલવા જોઈએ.
અતિસુંદર રચના.
નયન
રોજબરોજના સ્વભાવગત વ્યવહારમાં અનોખા સંવેદનનું પ્રસ્ફુટીકરણ … સુંદર રચના.
સાચે જ !
અકાળે અસમર્થ-શી મજબુરી,
સગવડતા ભરી સાહ્યબીને જ આભારી હોય છે …….!
ચોટદાર રચના.