પહેલાં
હું માના ખોળામાં માથું મુકતી,
તે હાથ ફેરવતી પ્રેમથી
ને
હું શાંતિથી સૂઇ જતી.
હવે મને સમય નથી મળતો
કલાકો સુધી
કોમ્પ્યુટરની આંખોમાં આખોં પરોવી
પ્રેમાલાપ કરુ છું
ને થાકી જાઉં છું ત્યારે
કી-બોર્ડની છાતી પર
માથું મૂકીને સૂઇ જાઉ છું;
ને અચાનક
એલાર્મ રણકી ઉઠે છે,
થાય છે
કે એને ચાવી આપવાનું જ
બંધ કરી દઉં??
[પ્રકાશિત : કવિલોક – માર્ચ-એપ્રિલ ૨૦૦૭]
nice one
સરસ મજાનું કાવ્ય.. રોજની ક્રિયાને મજાના તંતુથી લપેટી..
Waah…Hiral good one…
Fine, but you should sleep on bed when you are tired.
Manoj Thaker
poetry is weak, metaphor is not strong,try your best next time.
good one
good
સરસ રચના…
ગયા વર્ષ સુધી હું પણ કૉમ્પ્યુટર જ લખતો-બોલતો હતો… સાચી જોડણી છે: કમ્પ્યૂટર…
Nice
nice poetry
સરસ રચના.
હું કંઈ કૉમ્પયુટર જોડે પ્રેમાલાપ નથી કરતો, તે તો મારી પત્ની જેવુ છે જેની સામે મારે ઘણીવાર હાથ પણ જોડવા પડે છે.
નયન