૧. પગલાં
ભીની માટી પર પાડેલાં
પક્ષીઓના પગલાંને
A.M.C. નો કામદાર
તબાસરામાં ભરે છે પાવડે પાવડે
ને ક્યાંક ઠાલવે છે
પછી,
કોઇ બાળક
શરુ કરે છે,
એના પર પગલાં પાડવાનુ….!!
(AMC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)
૨. સપ્તર્ષિ
ઘરેથી નીકળુ છું ત્યારે
લાગે છે
સપ્તર્ષિનો એક તારો ખરી પડે છે
બીજે ક્યાંક ઝળહળવા માટે
અને આકાશ
ભરાઇ જાય છે અંધકારથી!!!!
As-usual nice ….
Keep it up dear….
વાહ… બંને લઘુકાવ્ય સરસ થયા છે…
Hiral
Fine but you should not Wright A.M.C. in these , by Wrighting these everybody knows that you are from Ahmedabad.
ખરેખર સુંદર કાવ્યો…..
ગમતા નો ગુલાલ એટલે તમારા લધુ કાવ્યો! Excellent!
સરસ કાવ્યો!!
સરસ કાવ્યો!!
પગલાં-માં અભિવ્યક્તિ ઘન છે હાઈકુ જેવી અને સપ્તર્ષિમાં
વાણિવિલાસ દેખાય છે;બન્ને કાવ્યો સારાં છે !
આજે કોઈ નો જન્મ દિન નથી એમ કહો કેમ ચાલે?
આજે મારો, જલન માત્રરી અને અમર પાલન પુરીનો જ્ન્મ દિન છે…..એક નહી પણ ત્રણ વ્યકિત નો જ્ન્મ દિન અને તમારી વેબ સાઈટ કહે કે આજે કોઈનો જ્ન્મ દિન નથી!!!!
બન્ને ખૂબ જ સરસ લઘુ કાવ્યો! અભિનંદન!
સુધીર પટેલ.
બન્ને ખૂબ જ સુંદર લઘુ-કાવ્યો! અભિનંદન!
સુધીર પટેલ.
સુંદર કાવ્યો.
નયન
સરસ હિરલ…
પહેલું કાવ્ય બહુ ગમ્યું.