સવારે
ઉતાવળમાં
મસાલિયાનો ડબો
પડી જાય છે ફર્શ પર
ને રચાય છે
આકાશી કેનવાસ
હું
શોધવા મથુ છું
ડૂબતા સૂર્યને એ કેનવાસ પર
પણ હું જ
ડૂબી જઉ છું
રંગોની દુનિયામાં
અચાનક,
કૂકરની વ્હીસલ વાગે છે
ને હું
બહાર આવી જઉ છું
પાછી,
સમયની સાથે ચાલતી સવારમાં !!
(પ્રકાશિત : રીડગુજરાતી – ૨૭ જૂન ૨૦૦૯ )
poetry is nice. you could trim it and there is a scope in it.repetition of words makes diction clumsy.
good one…..
A perfect creation of working women’ routine life……
Nice one dear.. Keep it up….
મસાલિયાનો ડબો… આ શબ્દપ્રયોગ નવો લાગ્યો… એમાં કયા કયા મસાલા ભરેલા હોય છે? એ વેરાય ત્યારે રચાતું કેનવાસ ‘આકાશી’ રંગનું હોય છે? ડબો પણ એકવચન છે, એટલે એમાં અલગ-અલગ રંગના મસાલા ભર્યા હોવાનું પણ શક્ય નથી…
મસાલિયા એટલે મારી જાણકારી પ્રમાણે એક અટક…
ખુલાસો કરશો?
વિવેકભાઇ…મસાલિયાનો ડબો એ રસોડામાં વપરાતુ એક વાસણ કે ડબો છે જેમાં મરચું, હળદળ વગેરે ભરેલા હોય છે…. અને એ ઠોળાય ત્યારે હળદળ મરચું ભળે ને આકાશી કેનવાસ પર રચાય તેવી સૂર્યના રંગોની રંગોળી રચાય છે…. ક્યારેક રસોડામાં જવાનું રાખો તો મસાલિયાનો ડબો એટલે શું એ સમજાઇ જશે. 😀
હીરલબહેન ! તમે મિતિક્ષા.કોમ તો નથી ને ?
અમે તો ભાઇ ” મસાલાનો ડબ્બો” જ કહીએ છીએ.
મસાલિયું એ ગામઠી શબ્દ હશે, અને ઘરમાં વપરાય છે,
ચરોતરમાં અને મુમ્બઈમાં પણ એ બોલાય છે.. કોઈએ
કવિતા વિશે નથી લખયું પણ મસાલનો ડ્બ્બો !!!!!
આજે સુધિર પટૅલ નો Birth day છે,હિરલ આપણાથી કેમ ભુલી જવાય્ ? કેમ ખરુને?
હીરલ આ કવિતા મારા જેવા અભણ માટે બહુ જ સરળ નથી!
તમે સમજાવ્યું એટલે થોડી મોડેથી પણ ટ્યૂબલાઇટ થઈ ખરી…
આજે તો કીચન-ટ્રોલીના જમાનામાં આ પ્રકારનો ડબ્બો મારા ઘરે રહ્યો નથી પણ આપે કહ્યું કે તરત યાદ આવ્યું કે સ્ટીલના ડબ્બામાં સાતેક વાડકીઓ વાળો ડબ્બો ક્યારેક અમારા ઘરે પણ રહેતો જેમાં લાલ મરચું, જીરું, અજમો, રાઈ, હળદર વગેરે રહેતા…
આભાર… કવિતા પણ સરસ છે !
ઘણી સરસ રચના. ખૂબ આભાર,
નયન
Hi Hiral,
Very Good Poetry…Nice
કલ્પનાની ઉંચી આકાશી ઉડાણ
ને
અચાનક કકડભૂસ પછડાટ …………..!!!
આ કાવ્યમય વળાંક,
ભલે ને કાવ્યનું બંધારણ “સોનેટ” કાવ્યના પ્રકારનું ન હોય
પણ
“સોનેટ” કાવ્યની જરુરી ચમત્કૃતિને ન્યાય આપે છે.
સુંદર કાવ્યમય વળાંક ……………..!!!
————–૦૦૦૦૦૦૦૦————————-