મારા ઘરની બારીમાંથી
દરરોજ એક ચકલી આવે
તિજોરીના પડદે લટકી
તકતામાં એ ચાંચ મારે
ક્યારેક હારે
ને ક્યારેક
બીજી ચકલી એને વારે
ક્યારેક
મારી ફૂ….ર્……ર્……ની બૂમ
એને માથા પછાડવાથી તારે
ને જઇ બેસે કોઇ ડાળે!!!
(૧૮-૯-૨૦૦૨)
મારા ઘરની બારીમાંથી
દરરોજ એક ચકલી આવે
તિજોરીના પડદે લટકી
તકતામાં એ ચાંચ મારે
ક્યારેક હારે
ને ક્યારેક
બીજી ચકલી એને વારે
ક્યારેક
મારી ફૂ….ર્……ર્……ની બૂમ
એને માથા પછાડવાથી તારે
ને જઇ બેસે કોઇ ડાળે!!!
(૧૮-૯-૨૦૦૨)
ચકલીને મરતી બચાવી સરસ પણ -મારે,હારે,વારે,તારેમાં કવિતા ખોવાઈ ગઈ.તમારી અન્ય કવિતા સંદર્ભે આ કદાચ આ નબળી છે,તે મારો મત છે.
Hello,
I am originally from Ahmedabad, Gujrat currently working in Santa Clara, USA.
I wanted to know more about various “છંદ” or “છન્દ” being used in Gujarati Language.
Can you let me know how can I get more information either online or using some books.
I will appreciate your help in this regard.
-Sahil
તા. ૧૮-૯-૨૦૦૨ રોજ લખાયેલ આ કાવ્ય એ ચકલીઓની રમતને તાદ્ર્શ્ય કરતો એક સુંદર સાહિત્યિક પ્રય્તન ગણી શકાય…!!!
પરંતુ ૨૦૦૯ની સાલના અંતમાં અફસોસ ! એ વાતનો કે આવા કાવ્યો એક કાલ્પનિક ઈતિહાસ બની જશે ……..!!!
કારણ, દિન પ્રતિદિન વિપરિત પર્યાવરણની અસરને કારણે પ્રુથ્વી પરના વતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે જેને લીધે બિચારી નિર્દોશ ચકલીઓની જાતિ લુપ્ત થતી જાય છે અને સાથેજ લુપ્ત થશે ચકલીઓની આ નિર્દોશ રમત પણ…..!!!
જે સંદર્ભે મારા એક અંગત કવિ મિત્ર શ્રી રમણીક અગ્રાવાતની રચના “The Vanishing Bird – (Sparrow)” – ચકલીઓના લુપ્ત થતાં અસ્તિત્વની આ દર્દભરી કહાણી કાવ્ય સ્વરુપે આ રીતે શબ્દબધ્ધ કરી છે જે અહીં ટાંકવાનું મન થાય છે.
-: “ચકલીઓ – The Vanishing Sparrow (Bird)” :-
———————————————
કાળઝાળ તડકામાં ચકલી ફડફડ કરતી ન્હાય
ધૂળ ભલે ધગધગતી ચકલી ફરફર કરતી ન્હાય
જંગલમાં ખેતર પથરાયાં તળાવડીમાં તરસ
ડૂકી પડેલા કૂવે કૂવે ખખડે ભૂંડાં વરસ
ઝેરી છાંયડા ચોફેરે પંજા પ્રસરાવી પડ્યા
નરવી હવમાં નકરા વરવા ડચૂરા ચડ્યા
ફળિયામાંથી ઝાડ વળ્યાં ને કોઠીમાંથી દાણા
વરણ વરણની વેજા ફેંકે ચકલી માથે પાણા
ફળફળત નિસાસામાં ચકલાં જો ફળિયું છાંડે
ઘરઘરની એ પારાયણ તો ક્યાં ક્યાં જઈને માંડે ?
——————————————-