થોડો થોડો સમય
ચોરી લઉં છું
ને ભરુ છું
એક દાબડીમાં
પછી ક્યારેક
નિરાંતે
દાબડી ખોલું
ને સરી પડે છે
એકાંત!!!
(૨૭-૦૬-૨૦૦૮)
થોડો થોડો સમય
ચોરી લઉં છું
ને ભરુ છું
એક દાબડીમાં
પછી ક્યારેક
નિરાંતે
દાબડી ખોલું
ને સરી પડે છે
એકાંત!!!
(૨૭-૦૬-૨૦૦૮)
oh!
Well, i wld rather suggest u to keep that box close, if there is lonelyness inside….
સુંદર કવિતા… એકઠો કરેલો સમય એકાંત બની પાછો મળે છે એ વાત કવિતા સુંદર બનાવે છે અને કવિની વેદનાને ઘૂંટે છે…
સરસ રચના.
મને પણ થયું કે કંઈ લખું તો સાદર છે.
ચાલો, આજે તો હાશ થઈ થોડી નિરાંત
તો પછી કેમ કડવા લાગ્યું આ એકાંત?
ખળખળ વહેતી નદી જાણે થીજી ગઈ
વહેતું પાણી કેમ થઈ ગયુ આમ શાંત?
રાહ બદલાય ગયા ચાલતા ચાલતા
વિખુટા શીદને થઈ ગયા મારા કાંત?
દેશ એ જ, પ્રદેશ એ જ, ધરા એ જ
જાણે કેમ નવો લાગે આ એજ પ્રાંત?
ચાલો,આજે તો હાશ થઈ થોડી નિરાંત
તો પછી કેમ કડવા લાગ્યું આ એકાંત?
નાની અને સઘન કવિતા.
શ્રી વિવેકભાઈ,
એક મત છે આપનો કે,
એકઠો કરેલો સમય એકાંત બની પાછો મળે છે એ વાત કવિતા સુંદર બનાવે છે અને કવિની વેદનાને ઘૂંટે છે…
—————————————————–
જ્યારે મને લાગે છે કે, આ કવયિત્રીને એકાંત વધુ પસંદ હોય એમ લાગે છે અને થોડો થોડો સમય એકાંત સ્વરુપે ચોરી લે છે અને કોઈક એવી વાતો, ઘટના કે યાદોંને દાબડીમાં અર્થાત દિલો-દિમાગમાં કેદ કરે છે પણ જ્યારે દિલ અને દિમાગ કામમાં પરોવાઈ જાય છે ત્યારે એકાંતમાં ધ્યાનસ્થ કરેલી એ વાતો, ઘટના કે યાદોં વિસરાઈને એ મુશ્કેલીથી ચોરેલું એકાંત હાથમાંથી સરી પડે છે એ વાત કવિતા સુંદર બનાવે છે અને કવિની વેદનાને ઘૂંટે છે. હું આ રીતે કાવ્યના મર્મને માણી રહ્યો છું.
આ બાબતે વિશેષ પ્રકાશ કવયિત્રીજ આપી શકે તો સારું.
ખુબ સુંદર રચના
તમે જે લખ્યુ છે તેવુ જ કંઇક મે પણ લખ્યુ હતુ.
http://thakkardhiraj.wordpress.com/2009/12/14/%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A1/
સરસ કાવ્ય.
મજાનું કાવ્ય.
એકાંત કડવું જ હોય એવું નથી..
એકાંત મધુરું ને ખટમીઠું પણ હોય..
જાત સાથે જીવવા માટે એકાંત કેટલું જરુરી !!
very nice
એકલતા વસમી હોય..એકાંત તો વહાલું હોય..
એકાંત એટલે જાત સાથે જીવવાની અણમોલ ક્ષણ..
એકલતાને એકાંતમાં પરિણમતા શીખવાની કલા સાધ્ય બની જાય તો કોઇ ફરિયાદ ન રહે.
પણ આખરે માનવી સામાજિક પ્રાણી છે..એ પણ એટલું જ સત્ય છે.
મારું લેખન એ મારી એકલતાને એકાંતમાં પલટાવે છે.
દરરોજ એક પલ
ઉજવિ રહ્યો છું,
ને ભરુ છું
એક દાબડીમાં
પછી ક્યારેક
એ સંસ્મરણો
કોઇક ને આવે કામ…!