હું ને તું
પાસે છીએ
છતાં,
સાથે નથી
છે આપણી વચ્ચે
એક માત્ર બારી
જેમાંથી આપણે
એકમેકને જોઇએ છીએ
“કેમ છો?” પૂછી શકીએ છીએ
હું
સતત મથુ છું
એ દિવાલમાં બારણું બનાવવા
ને
બાકોરું’ય નથી પડતું…!!!!
(૫-૮-૨૦૦૮)
હું ને તું
પાસે છીએ
છતાં,
સાથે નથી
છે આપણી વચ્ચે
એક માત્ર બારી
જેમાંથી આપણે
એકમેકને જોઇએ છીએ
“કેમ છો?” પૂછી શકીએ છીએ
હું
સતત મથુ છું
એ દિવાલમાં બારણું બનાવવા
ને
બાકોરું’ય નથી પડતું…!!!!
(૫-૮-૨૦૦૮)
સરસ…
ખુબ જ સરસ….
nice one
દુર છે તારૂં આંગણું
બંધ છે મારૂં ય બારણું…
એકલો હું ને છે સાથે
તારી યાદનું સંભારણું…
આવ સુના જીવનમાં
બનાવ એ સોહામણું…
તારા વિના આ જીવવું
લાગે સાવ અળખામણું…
આવ સાથે જીવએ હવે
જીવન આપણે આપણું…
ખુબ જ સુંદર નટવરકાકા. પાર્ટનરશિપ સારી છે.
પાસપાસે તોયે કેટલા જોજન દૂરનો આપણો વાસ
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ
લતા હિરાણી
સરસ…
બાકોરુઁ ન પડે..બારણૂઁ ન બને..પણ કયારેક સીધી વચ્ચેની દીવાલ જ તૂટી જાય અને બંને એકાકાર બની જાય..
ખુબ જ સુંદર