કુણો કુણો પીળો તડકો
બારીમાંથી ડોકિયું કરી ગયો
ને મને એ જોઇ ગયો
ઉગી એને બે પાંખો
ને આખા ઘરમાં ફરી વળ્યો
પછી,
એણે દસ્તક દીધી દરવાજા પર
ને મહેમાન બનીને આવી ગયો
સ્પર્શીને સૌ વસ્તુને
બહુ જલ્દી એ ચાલ્યો ગયો
કણ-કણ બનીને રજકણમાં પરોવાઇ ગયો
કુણો કુણો પીળો તડકો
બારીમાંથી ડોકિયું કરી ગયો!!!
(૭-૦૭-૧૯૯૯)
Bari khulwani raah joto
kuno kuno pilo tadko
naajuk gaal ne sparshi gayo
thodi shan mate aavi
taajgi aapi gayo.
I hope you will like it, I tried,
Very nice again as usual.
(ઉગી એને બે પાંખો
ને આખા ઘરમાં ફરી વળ્યો)…..ત્તથા
(એણે દસ્તક દીધી દરવાજા પર
ને મહેમાન બનીને આવી ગયો
સ્પર્શીને સૌ વસ્તુને
બહુ જલ્દી એ ચાલ્યો ગયો) કવિતા સારી થવા જાય ત્યાં જ
પુનરાવર્તનમાં ઢળી ગઈ’પહેલી બે લીટી અને છેલ્લી બે લીટી
વચ્ચે જે સરસ થયું તે તડકાનું પરિવર્તન્ઃ”કણ-કણ બનીને રજકણમાં પરોવાઇ ગયો”સ્વરુપાંતર અનુભૂતિજન્ય પરિવર્તન છે.
ખુબ સરસ કવિતા છે… મને માર ગામ નુ ઘર યાદ અવિ ગયુ..
Hmmm….. nice imagination…. Really liked it!
નવાઈ મને એ લાગે છે કે, તમારી કવિતાને આવકારવા હુ અમેરિકાથી દોડી આવ્યો અને હજી લગી પડોસીના આગણામા પાગરેલી લતા કેમ્ હજી નથી આવી કહેવા કે, હીરલ કયા બાત હે, હીરલ્….સ્..ર્..સ્..કવિતા! ગમતાનો ગુલાલ શબ્દમા વ્યકત કરી નથી શકતો!…..બસ લખે રાખો!
આવા શ્બ્દો યુવાનો ના હેયા ને ડોલાવિ નાખે
આ શ્બ્દો કાયમ લખો તેવિ શુભેચ્હા