જીવન યુદ્ધમાં
સતત લડતો
અર્જુન હું…
અને
કૌરવો એટલે,
મારી અંદર ઊગતો વિષાદ
મારી અંદર ઊગતો ક્રોધ
મારી અંદર ઊગતો દ્વેષ
મારી અંદર ઊગતી હિંસા
ન થાય સંધ્યા
ન થાય શંખનાદ
કેટલીય યુદ્ધનીતિ, રણનીતિ, કુટનીતિ
મનમાં રચાય…
પણ છેવટે તો મારા કૃષ્ણ-શબ્દો જ
બને મારા સારથિ !
(પ્રકાશિત – રીડગુજરાતી)
ખુબ જ સરસ….
અતિ ઉત્તમ્……….
જય શ્રી ક્રુષ્ણ……..
સરસ કવિતા પણ વધુ પડતી મુખર લાગી… અહીં અર્જુન, કૌરવ કે કૃષ્ણ- ત્રણમાંથી એકે નામ ન વપરાયા હોત તો કાવ્ય કદાચ કવિતાની વધુ નજીક પહોંચી શક્યું હોત એમ લાગે છે…
અંતિમ પંક્તિમાં શબ્દો જ મારા સારથી એમ આવે એટલે મહાભારતનું આખું ચિત્ર માનસપટ પર ઊભું થઈ જ જાય છે… મુઠ્ઠી ઉઘાડી રાખવાને બદલે બંધ રહી હોત તો કદાચ વધુ જામત…
ખેર, આ મારી અંગત અનુભૂતિ છે…
સરસ કાવ્ય પણ વિવેકભાઇની કોમેન્ટ સાથે સંપૂર્ણ સહમત છું.
લતા હિરાણી
good 1
સરસ..
આપણે બનીયે આપણા સારથિ
જ્યારે દુનિયામાં છે સહુ સ્વાર્થી..
સરસ ……….
સરસ હિરલ…તારી સાચી કવિતા તાગવના પ્રયાસથી આનદ થયો….
સરસ કાવ્ય પણ લતા હિરાણીની કોમેન્ટ સાથે સંપૂર્ણ સહમત છું.
સરસ કવિતા. વિવેકભાઈના સુચન તરફ ધ્યાન આપવા જેવું ખરુ.