મારા હ્રદયમાં ઉપર ને ડાબી તરફ
પાડ્યો છે
એક હાંસિયો
ને વચ્ચે ની જગ્યામાં
રચ્યા કરુ છું
લાગણીઓની કવિતા
છાંદસ – અછાંદસ
ગઝલ ને શેર
આમ તો હાંસિયો
એટલે છોડી દીધેલી જગ્યા
પણ
મારા માટે
અગત્યના મુદ્દા ટપકાવવાની જગ્યા
ને એક દિવસ
હું રચીશ
મારા જીવનની
સૌથી સુંદર કવિતા
ને ટપકાવીશ એ હાંસિયામાં!
વાહ વાહ …બહોત ખુબ , અતિ સુન્દર્
ખૂબ સરસ, વાહ વાહ
કવિઓનું એવું હોય છે કે, જ્યા સ્ફૂરે ત્યાં ને ત્યાં ગમે ત્યાં ટપકાવા બેસી જતા હોય છે!!
હાંસીયામાં ટપકાવેલ આ મુદ્દો સરસ છે.
સરસ કવિતા રચવાનો મનસુબો સરસ કવિતાઓ સ્ફૂરાવે તેવી શુભેચ્છા..સમ અર્પણ…બે શબ્દો..
હૃદયતલમાંથી ઉભરતા લાગણીના પૂર પૂર જોશમાં વહો,
એ પૂરમાં વહે, ઘટના બનાવો, અને કંઇક યાદો,
શબ્દો સ્વયંસ્ફૂરીત અંકૂરીને બને ન્યારી કવિતાઓ ..
સલામ…હિરલ… બહુ સરસ
સરસ.
ખુબ જ સરસ…..
વાહ.. હાંસિયો બહુ સરસ રીતે ઉભર્યો છે.