[સ્ત્રી ના જીવનમાં જુદા જુદા સમયે જુદા જુદા પડાવ આવે છે, અને એમાંનો જ એક પડાવ એટલે મા બનવાનો સમય. આ પડાવ ની પહેલા, પ્રસુતિની પીડાને સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તે માટે ખોળો ભરવાની એક વિધિ થતી હોય છે. મારી એક જીગરજાન મિત્ર જે મારાથી જોજનો દુર છે પણ છતાંય મારી સાથે છે એ પણ અત્યારે આ પડાવ પર ઉભી છે. સંજોગો વશાત એની ખોળો ભરવાની વિધિ થઇ નથી. એટલે આ કાવ્ય એના માટે…..અને ભગવાનને મારા અંતરની અરજ કે દરેક ક્ષણે ઇશ્વર એની પડખે રહે. ]
ખોળો ભરાશે
ને ઘર પણ ભરાઇ જાશે
શિશુના કેકારવથી
હ્રદય પણ ભરાઇ જાશે
કેટકેટલી ઉર્મિઓથી.
માતૃત્વ મળશે
ને સ્ત્રીનું સાચુ તત્વ મળશે
સોનેરી સ્વપ્નો નું આકાશ મળશે
ને સાચુ સુખ મળશે.
મા શબ્દની મમતા મળશે
ને પ્રેમ શબ્દની સંવેદના મળશે
રમકડાંને નવું બાળક મળશે
ને ઘરને નવું વાતાવરણ મળશે
ખોળો ભરાશે
ને ઘર પણ ભરાઇ જાશે!!
સુંદર કાવ્ય.
very beautiful and touching
અદભુત !
હૃદયનો હૃ લખવા માટે hR ટાઇપ કરશો…
સરસ અનુભૂતિ
Really bhabhi its awesome one…
સરસ રચના અભિનંદન
ભરત ચૌહાણ
Hiral ,
It is heart touching.Veryfine
Manoj & Gita
very nice… Thanks…
very good
સરસ કવિતા
Simply, Excellent, you know why, being and feeling mother is great? God sent mother to earth, because he cannot be everywhere. My best wishes to you and your friend.
ખુબ જ સરસ,
અદભુત !
હૃદય ગમ્ય અદભૂત
IT IS NICE