Skip to content

ધૂમ્રસેર

કોઇ શરીર ધૂમ્રસેર થઇ જાય છે
ને ભળી જાય છે હવામાં
જેના શ્વાસ ભળ્યા હશે
ક્યારેક બીજા કોઇના શ્વાસમાં

“કાઢી” જવાની વાત
કાઢી નાખવા જેવી નથી
વિલિન થઇ ગયેલું શરીર
વિસરી જવું સહેલું નથી

આભાસ થાય આસપાસ સતત
ને પાંપણ સાવ કોરી નથી
શબ્દોથી નહિ તો કાંઇ નહિ
આંસુની અંજલી ઓછી નથી.

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

4 Comments

  1. Srujana Srujana

    Very nice…. thoughts…

  2. આંસુની અંજલી

    વાહ…

  3. કાઠીને બદલે કાઢી જોઇએ બહેના
    લખાણ વાઁચ્યુઁ ને ગમ્યુઁ.આભાર !

  4. કેતન રૈયાણી કેતન રૈયાણી

    હિરલ,

    મારી ભૂલ ન થતી હોય તો અંતિમ કડીમાં જોડણીદોષ છે. “અંજલિ” હોવું જોઈએ.

    આભાર.

Leave a Reply

Your email address will not be published.

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!