આજે
તારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતા
મારો ભૂતકાળ ઉકેલ્યો
એમાંથી
મળ્યું
થોડુ રફુ થયેલું ભૂરું સ્કર્ટ,
મારી શાળા,
શાળામાં ન કરેલા
તોફાનોનો અફસોસ,
ને ફરી સાધુ વર્તમાન સાથે
તો
તારા પપ્પાના શર્ટનું
એક પણ બટન
આટલા વર્ષોમાં તુટ્યું નથી.
એક કવયિત્રી
??