તું મને હજીયે યાદ આવે છે
રંગોળીના રંગમાં,
તારા શણગારેલા કોડિયામાં
કરેલા દીવાની જ્યોતમાં,
શીતળા સાતમે માથાબોળ નાહ્તા,
રસોઇ બનાવતા
એમાં મસાલા નાખતાં,
પાણિયારે માટલું વિછળતા,
સાડી પહેરીને તૈયાર થતા,
હારી જવાની ક્ષણે
બમણી શક્તિથી ઝઝૂમતા,
દરેક ક્ષણે,
તું મને હજીયે યાદ આવે છે.
મારા મમ્મી બની ગયા પછી પણ!
Be First to Comment