લાઈટોની ચકાચોંધે
આંખો અંજાઈ છે
જેમ વર્ષો પહેલાં
ગામથી આવ્યા ત્યારે
બાપુની અંજાઈ’તી.
બધુ રાબેતા મુજબ
ગોઠવાઈ ગયું’તું
પણ મન ક્યાંય ગોઠતું નહોતું.
ઘરની પીઢ ખસેડાઈ’તી
નવી જગ્યાએ ઘર બનાવવા
ને ઘર આખ્ખું છાપરા વગરનું
‘ટાઈમ્સ સ્કેવર’પર ઉભા ત્યારે
સમયે એક વર્તુળ પુરું કર્યું છે.
સરસ વાત… સુંદર રચના…
ખુબ સરસ….
Khub saras👌