વાંચન સમય: < 1 મિનિટસવારે દાળમાંબ્લેન્ડર ફરતું’તું;ગો..ળ… ગો..ળ..આપણે ફેરા ફર્યા’તાં ને એમ જ!દાળ ઓગળી ગઇ,આપણે એકબીજામાં ઓગળ્યા’તાં ને એમ જ!ધીમે..ધીમે…દાળ ઉકળવા માંડી,થોડી ઉભરાઇ,ને સ-રસ જીંદગી જેવીસ્વાદિષ્ટ બની ગઇ!
મમ્મી
વાંચન સમય: < 1 મિનિટતું મને હજીયે યાદ આવે છે રંગોળીના રંગમાં,તારા શણગારેલા કોડિયામાંકરેલા દીવાની જ્યોતમાં,શીતળા સાતમે માથાબોળ નાહ્તા,રસોઇ બનાવતાએમાં મસાલા નાખતાં,પાણિયારે માટલું વિછળતા,સાડી પહેરીને તૈયાર થતા,હારી જવાની ક્ષણેબમણી શક્તિથી ઝઝૂમતા, દરેક ક્ષણે,તું મને હજીયે યાદ આવે છે.મારા મમ્મી બની ગયા પછી પણ!
બાળક એક ગીત ૨.૧૦
વાંચન સમય: 2 મિનિટદિકરા જૈત્ર, તારી સ્કુલ, મારી નોકરી અને ઘર આ બધામાં શબ્દો સાથેની આંગળી વચ્ચે-વચ્ચે છૂટે છે. ને તું જ્યારે જ્યારે મારી આંગળી પકડે છે ત્યારે-ત્યારે શબ્દોની આંગળી આપોઆપ પકડાઇ જાય છે. હું કદાચ ચાઇલ્ડ સાયકોલોજી પર Ph.D. કરુ તો’ય મને લાગે છે કે બાળકના મનનો તાગ મેળવવો અઘરો છે. ક્યારેક તને માર્યા પછી હું રડુ…
શર્ટનુ બટન
વાંચન સમય: < 1 મિનિટઆજેતારા શર્ટનુ બટન ટાંકતા-ટાંકતામારો ભૂતકાળ ઉકેલ્યોએમાંથીમળ્યુંથોડુ રફુ થયેલું ભૂરું સ્કર્ટ,મારી શાળા,શાળામાં ન કરેલાતોફાનોનો અફસોસ,ને ફરી સાધુ વર્તમાન સાથેતોતારા પપ્પાના શર્ટનુંએક પણ બટનઆટલા વર્ષોમાં તુટ્યું નથી.
